પોરબંદરના જુદા જુદા કેન્દ્રો ખાતે ૧૭૦૦ જેટલા ઉમેદવારો પરીક્ષામાં બેસશે

          પોરબંદર તા.૫, ગુજરાત જાહેર સેવા આયોગ દ્રારા આગામી તા.૭ માર્ચના રોજ રાજ્યવેરા નિરીક્ષક વર્ગ-૨ની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા પોરબંદરના વિવિધ સાત કેન્દ્રો ખાતે યોજાશે. જેમા જિલ્લાના અંદાજે ૧૭૦૦ જેટલા ઉમેદવારો કોરોનાની ગાઇડ લાઇનના પાલન સાથે પરીક્ષા આપશે.    રાજ્યના વિવિધ કેન્દ્રો ખાતે તા.૭ માર્ચના રોજ રાજ્યવેરા નિરીક્ષક વર્ગ-૨ની પરીક્ષા યોજાશે. જે અંતર્ગત પોરબંદર શહેરના વિવિધ કેન્દ્રો પૈકી બાલુબા કન્યા વિદ્યાલય (વિજ્ઞાન ભવન), નવયુગ વિદ્યાલય, શ્રીમતી જે.વી.ગોઢાણીયા ગર્લ્સ હાઇસ્કુલ(સેન્ટર-એ) તથા (સેન્ટર-બી), ચમ મેમોરીયલ ઇન્ગિશ મીડિયમ સ્કુલ, કે.બી.જોષી કન્યા વિદ્યાલય તથા સ્વામિનારાયણ હાઇસ્કુલ કેન્દ્ર પોરબંદર ખાતે આ પરીક્ષા યોજાનાર છે જેમાં ૧૭૦૦ જેટલા ઉમેદવારોનું ભાવી સીલ થશે.

પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાય અને ચોરીના કોઇ દૂષણ ન ફેલાઇ તે માટે જિલ્લા વહિવટીતંત્ર તથા પોલીસતંત્ર સજ્જ છે. પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૨૦૦ મીટર વિસ્તારમાં ફોટોસ્ટેટ મશીન દ્રારા કોપીઓ કરવાનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ ઝેરોક્ષ મશીન ચાલુ રાખી શકશે નહીં તથા પરીક્ષામાં ચોરીના દૂષણ ન થાય તે હેતુથી પરીક્ષા કેન્દ્રોના પરિસરમાં તથા પરીક્ષા ખંડોમાં મોબાઇલ, કેલક્યુલેટર, ડિજીટલ વોચ તેમજ કોઇપણ પ્રકારના ઇલેકટ્રીકલ ઉપકરણો લઇ જઇ શકાશે નહીં. તથા પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમા બે કે બે કરતા વધારે સંખ્યામા લોકો એકઠા થઇ શકશે નહીં. કોરોના મહામારીનુ સંક્રમણ ન ફેલાઇ તે માટે આપસમા સામાજિક અંતર રાખી ફેસ માસ્ક પહેરવુ અનિવાર્ય છે.

પોરબંદર જિલ્લામાં લેવાનાર રાજ્યવેરા નીરિક્ષક વર્ગ૨ની પરીક્ષા કેન્દ્રો આસપાસ બે કે બે કરતા વધુ લોકોએ એકઠા થવા પર પ્રતિબંધ

પોરબંદર તા.૫, પોરબંદર જિલ્લામાં તા.૭ માર્ચના રોજ સવારે ૧૧ થી બપોરે ૧૩:૦૦ સુધી  જિલ્લાના જુદા જુદા કેન્દ્રો ખાતે રાજ્યવેરા નિરિક્ષક વર્ગ-૨ની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષા શાંતિ અને એખલાસભર્યા વાતાવરણમાં યોજાય તથા બીન અધિકૃત વ્યક્તિઓ પરીક્ષાની કામગીરીને દખલ પહોંચાડે નહીં તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ એમ.તન્ના દ્રારા જાહેરનામુ બહાર પાડીને પરીક્ષાની તારીખ અને સમય દરમ્યાન પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઇપણ માર્ગ કે ચોક, ગલીમાં બે કે બે કરતા વધારે સંખ્યામાં લોકોએ એકઠા થવુ નહીં, સરઘસો કાઢવા નહીં, સુત્રો પોકારવા નહીં, ઘોઘાંટ થાય તેવી કાર્યવાહી કરવી નહીં ફરજ પરના કર્મચારીઓને આ હુકમ લાગુ પડશે નહીં.

પરીક્ષા કેન્દ્ર બાલુબા કન્યા વિદ્યાલય (વિજ્ઞાન ભવન), નવયુગ વિદ્યાલય ભાવસિંહજી હોસ્પિટલ રોડ, ચમ મેમોરીયલ ઇગ્લીંશ મીડિયમ સ્કૂલ, શ્રીમતી જે.વી.ગોઢાણીયા ગર્લ્સ હાઇસ્કૂલ સેન્ટર એ અને સેન્ટર બી, કે.બી.જોષી કન્યા વિદ્યાલય તથા સ્વામિનારાયણ હાઇસ્કુલ કેન્દ્રો ખાતે તા.૭ માર્ચના રોજ પરીક્ષા યોજાશે.

પોરબંદર જિલ્લામાં રાજ્યવેરા નીરિક્ષક વર્ગ૨ની પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ વિસ્તારમાં ઝેરોક્ષ મશીનો બંધ રાખવા હુકમ કરાયો

પોરબંદર તા.૫, પોરબંદર જિલ્લામાં તા.૭ માર્ચના રોજ સવારે ૧૧ થી બપોરે ૧૩:૦૦ સુધી  જિલ્લાના જુદા જુદા કેન્દ્રો ખાતે રાજ્યવેરા નિરિક્ષક વર્ગ-૨ની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષા દરમ્યાન ચોરીઓના દુષણમાં પ્રશ્નપત્રો કે તેના તૈયાર ઉત્તરો કોપીયર મશીન દ્વારા સત્વરે તૈયાર થઇ પરીક્ષા ખંડમાં પહોંચવાથી તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેઓ નિયમ અનુસાર પરીક્ષા આપતા હોય તેવા પરીક્ષાર્થીઓને માનસીક પરિતાપ થવાની સંભાવના રહે છે. જેથી ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૭(૧)(એફ) મુજબ પોરબંદર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે પોરબંદરમાં પરીક્ષા માટે નક્કી કરાયેલા પરીક્ષા કેન્દ્વોની આજુબાજુના ૨૦૦ મીટરના વિસ્તારની હદમાં કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યાવસાય કરતા ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા કોપીયર મશીન ધારકોને તા.૭ માર્ચના રોજ સવારે ૯-૦૦ કલાક થી સાંજના ૬-૦૦ કલાક સુધી તેઓના કોપીયર મશીનો ચાલુ રાખવા કે પરિક્ષાલક્ષી કોઇ દસ્તા વેજી કાગળોની નકલો કાઢવા પર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી રાજેશ તન્નાએ પ્રતિબંધ ફરમાવેલ છે.

પરીક્ષા કેન્દ્ર બાલુબા કન્યા વિદ્યાલય (વિજ્ઞાન ભવન), નવયુગ વિદ્યાલય ભાવસિંહજી હોસ્પિટલ રોડ, ચમ મેમોરીયલ ઇગ્લીંશ મીડિયમ સ્કૂલ, શ્રીમતી જે.વી.ગોઢાણીયા ગર્લ્સ હાઇસ્કૂલ સેન્ટર એ અને સેન્ટર બી, કે.બી.જોષી કન્યા વિદ્યાલય તથા સ્વામિનારાયણ હાઇસ્કુલ કેન્દ્રો ખાતે તા.૭ માર્ચના રોજ પરીક્ષા યોજાશે.

By admin