પોરબંદરની રાજનીતિને લઇ મોટા સમાચારઃ ધારાસભ્ય બાબુ બોખિરીયા અને સાંસદ રામ મોકરીયા વચ્ચે સમાધાન થયું. રામ મોકરીયા બાબુ બોખિરીયાના ઘરે પહોંચ્યા.
તાજેતરમાં રાજ્ય સભાની ચૂંટણી યોજવામાં આવી હતી. અને રાજ્યસભાના સાંસદની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી પોરબંદરનાં વતની રામભાઈ મોકરીયાએ ઉમેદવારી નોંધાવી હતી. અને તે સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા છે. રાજ્ય સભાના સાંસદ બન્યા બાદ તેમના માદરે વતન પોરબંદર ખાતે આવ્યા હતા. રાજ્યસભાના સંસદ બન્યા બાદ તેઓ પ્રથમ વખત પોરબંદર આવ્યા હતા. અને તેઓ શ્રી હરી મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પણ મુલાકાત કરી હતી.
રાજ્યસભાના નવનિયુક્ત સાંસદ રામભાઈ મોકરીયા પોરબંદર ખાતે આવી પહોંચ્યા હતા. અને તેઓએ પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાના નિવાસ્થાને તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી. જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયાની પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે બાબુભાઈ બોખરીયાના નિવાસ સ્થાને તેમના પુત્ર આકાશભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.