કરોડો રુપિયા પાણીમાં, પોરબંદર ચોપાટીનું નીકંદન, તંત્રનું ભેદી મૌન !!

કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ ચોપાટીનું નિકંદન નીકળયું : ભગવાન શ્રીકૃષ્ણના બાળસખા સુદામાજીની નગરી અને પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર આખા વર્ષ દરમ્યાન હજારોની સંખ્યામાં પર્યટકો હરવા ફરવા માટે આવતા હોય છે અને આ પ્રવાસીઓ ચોક્કસપણે ચોપાટીની મુલાકાત લેતા હોય છે ત્યારે અહીં અરબી સમુદ્રના કિનારે નયનરમ્ય ચોપાટીનો 13,00,00,000 કરોડથી વધુના ખર્ચે નવનિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ હાલ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ ચોપાટીનું નિકંદન નીકળી ગયું છે.

સમુદ્રના કિનારે ચોપાટીનું આરસીસીનું કામ કરવામાં આવ્યું છે. પરંતુ નીચેના ભાગેથી મસમોટા ગાબડા પડી ગયા છે. આ કામ ખૂબ જ નબળી ગુણવત્તા વાળું કરવામાં આવ્યું છે. હાલ કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલ ચોપાટીનું માત્ર થોડા સમયમાં જ નિકંદન નીકળી ગયું છે. ખૂબ જ નબળી ગુણવત્તા વાળું કામ કરાયું હોવાના પગલે અહીં મોટાપાયે નુકસાન થયું છે.

જવાબદાર તંત્ર દ્વારા જે સમયે કામ કરવામાં આવતું હતું તે સમયે મોનિટરિંગ કરવામાં પણ બેદરકારી દાખવવામાં આવી હોય અને કોન્ટ્રાકટરો દ્વારા મલાઈ તારવવાના આશયથી કામ નબળી ગુણવત્તા વાળું કરવામાં આવી હોવાના કારણે અહીં નીચેના ભાગેથી મસમોટા ગાબડા પડી ગયા હોય જેથી અકસ્માતનો ભય પણ સેવાઈ રહ્યો છે.

ઉપરાંત અમુક સ્થળે તો RCC કરેલ કામ તૂટી પડયું હોવાનું સામે આવ્યું છે. આવે તબક્કે તંત્રનું ભેદી મોંન ઘણું બધું આશ્ચર્ય પમાડે છે

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.