પોરબંદર નજીક રાતીયા ગામે આવેલ નાગ બાપાના મંદિર પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. કારચાલક ઘોર બેદરકારી દાખવી કાર ચલાવી રહ્યો હતો. રોડ પર જતા વૃદ્ધને હડફેટે લેતા વૃદ્ધને ઇજા થઈ હતી. કાર ચાલક બેદરકારી દાખવી કાર ચલાવી રહેલ કારચાલકની કારનો આગળ લનો ભાગ પણ બુકડો બોલી ગયો હતો. અને વૃદ્ધને ગંભીર ઈજા પહોંચી હતી. તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ બોલાવી હતી. અને વૃદ્ધોને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. બેદરકારી દાખવનાર કારચાલકના કારણે વૃદ્ધને ગંભીર ઇજા પહોંચી છે. આમ કારનું પણ કચ્ચરઘાણ નીકળી ગયુ હતું.

By admin