ઓરિસ્સાના ગંજામથી આવેલ સત્યનારાયણ મહારાણાએ પોરબંદરના સમુદ્ર કિનારે રેતચિત્રો બનાવ્યા હતા.

પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર ખાતે વર્લ્ડ રેકોર્ડ સર્જનાર યુવાન આવી પહોંચ્યા હતા. તેઓએ કોરોનાવાયરસ ફેલાતો અટકાવવા માટે અવેરનેસ કાર્યક્રમ યોજ્યો હતો. સત્યનારાયણ મહારાણાએ અરબી સમુદ્રના કિનારે આવેલ નયનરમ્ય ચોપાટી ખાતે તેમના પરિવાર સાથે આવી પહોંચ્યા હતા. અને તેઓએ સંધ્યા સમય દરમિયાન સમુદ્ર કિનારે રેત ચિત્રો બનાવ્યા હતા. તેમની સાથે પોરબંદરના ખ્યાતનામ કલાકાર નથુભાઇ ગરચર પણ હાજર રહ્યા હતા.

સત્યનારાયણ મહારાણાએ એવું જણાવ્યું હતું કે હું પરિવાર સાથે પહેલી વખત ગુજરાતમાં આવ્યો છું અને પોરબંદરના નયનરમ્ય સમુદ્ર કિનારે આવી કોરોનાવાયરસ અંગે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે. મેં રેત ચિત્રો પર વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. 25 જેટલા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે અને સમુદ્રકિનારે લોકોની ભારે ભીડ રહેતી હોય છે ત્યારે આ રેત ચિત્રો બનાવ્યા છે. અને લોકોને કોરોનાથી જાગૃત કરવા માટે પેરણા આપે તેવા ચિત્રો બનાવ્યા છે.

 

 

 

 

 

 

 

ઉપરાંત લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવે તેની જાગૃતિ ફેલાવવા માટે રેત ચિત્રો બનાવ્યા છે. આમ વર્લ્ડ રેકોર્ડ સર્જનાર કલાકાર પોરબંદરના સમુદ્ર કિનારે આવી પહોંચ્યા હતા અને તેમણે કોરોનાવાયરસ ન ફેલાય માટે લોકો જાગૃત થાય અને સોશિયલ ડિસ્ટન્સ જાળવે, માસ્ક પહેરે તેવા રેત ચિત્રો બનાવ્યા હતા. તેમના પરિવાર સાથે આવી આ યુવાને ત્રણ કલાકની જહેમત બાદ આ ચિત્રો તૈયાર કર્યા હોવાનું જણાવ્યું હતું.

By admin