જીતનો જસ ખાટવા પાટીલ અને રૂપાણી વચ્ચે હરિફાઈ

ભાજપમાં હવે જીતનો જશ ખાટવા માટે હરિફાઈ શરૂ થઈ છે. ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી વચ્ચે કાતિલ હરિફાઈ થઈ રહી છે કે, તેમના કારણે જીત થઈ છે.

ચૂંટણીમાં ભાજપનો જનાધાર વધ્યો છે. ભાજપની જીતની સભા મળી ત્યારે પાટીલે જીત માટે દાવો કર્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસે શહેરી વિકાસ વિભાગ છે. તેથી રૂપાણી પણ અંદરથી દાવો કરે છે કે સરકારના સારા શાસનના કારણે જીત થઈ છે.

આમ ભાજપના બે નેતાઓના યુદ્ધમાં અમિત શાહ હવે ક્યાંય નથી. અમિત શાહને આ ચૂંટણીમાં મોદીએ હાંકી કાઢ્યા હતા. તેમને ક્યાંય ફરકવા દીધા નથી. અમિત શાહની નાલેશી મોદીએ કરી છે. તેથી અમિત શાહ જૂથના રૂપાણી અને મોદી જૂથના પાટીલ વચ્ચે કાતિલ હરિફાઈ છે. એ હરિફાઈ વાસ્તવમાં તો મોદી અને અમિત શાહ વચ્ચેની છે. અમિત શાહને ચૂંટણી પ્રચારથી મોદી અને પાટીલે કેમ દૂર રાખ્યા ? અમિતનો અસ્ત?

6 મહાનગરોમાં 576 શહેરી બાવા છે. ભાજપના નગરસેવકોની સંખ્યા 2015ની 394થી 483એ 2021માં પહોંચી છે. ભાજપને મળેલા મતોની ટકાવારી 2015માં 50.28 ટકા હતી તે 2021માં વધીને 53.08 ટકા થઈ છે.

ભાજપની બેઠકોમાં 22.85 ટકાનો વધારો થયો છે.

કોંગ્રેસ પાસે 2015માં 175 શહેરી બાવા હતા. જે 2021માં ઘટીને 55 થઈ ગયા છે. કોંગ્રેસને મતો 41.57 ટકા હતા તે ઘટીને 28.86 ટકા થઈ ગયા છે. 38 બેઠકો આપ અને અન્યને પાસે છે.

અમદાવાદમાં 2015માં ભાજપની 142 બેઠકો હતી, 2021માં 159 બેઠક થઈ છે તે બદલ જનતાનો આભાર માનું છુ. 6 મહાનગરપાલિકામાં કુલ 576 બેઠકો માંથી 484 બેઠકો પર ભાજપાના ઉમેદવારોને વિજય અપાવવા બદલ જનતા જનાર્દનનો આભાર માનું છુ. – સી આર પાટીલ, અમદાવાદ.

સુરત શહેર ભારતનું પહેલું શહેર બન્યું કે જે 100% કોંગ્રેસ મુક્ત થઈ ગયું છે. હવે ભરત સોલંકી ગુજરાતને 100 % કોંગ્રેસ મુક્ત કરાવશે. સુરતમાં 2021માં 0 કોર્પોરેટર, 2019માં સંસદસભ્યો 0, 2017માં 0 ધારાસભ્ય થઈ ગયા છે. જે લોકશાહી માટે જોખમી છે. કોંગ્રેસે દેશ કક્ષાએ મશીનથી મતનો વિરોધ કરીને કાગળ પર મત આપવાની પ્રથાની તરફણ કરવી જોઈએ એવું ગુજરાતના મોટા ભાગના બુદ્ધિજીવીઓ માને છે. કારણ કે, 2019માં લોકસભામાં ગુજરાતમાં કોંગ્રેસ 0 થઈ ગઈ છે. તે રીતે સુરતમાં કોંગ્રેસ 0 થઈ ગઈ છે. તે રીતે 2022માં વિધાનસભામાં શુન્ય થઈ જશે. આ જશ પાટીલને જાય છે. કારણ કે પાટીલ મોદીના માણસ છે.