2022 : વિધાનસભાની ચૂંટણી પહેલા રોજગારીના મુદ્દે મોટાપાયે આંદોલનની વકી

વિધાનસભાની ચૂંટણી પહેલા રોજગારીના મુદ્દે જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ આંદોલનનું કરી રહ્યા છે આયોજન

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન આગામી સમયમાં છે અને હાલ મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે ત્યારે તમામ બેઠકો પર ભાજપનો વિજય થયો છે અને વિપક્ષમાં સુરત મહાનગર પાલિકામાં કોંગ્રેસના બદલે ત્રીજો મોરચો એટલે કે આમ આદમી પાર્ટીએ એન્ટ્રી કરી છે. હાલ હાર્દિક પટેલને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા હોય અને તેનો પણ કોઈ પ્રકારનો પ્રભાવ પડ્યો નથી. ત્યારે તાજેતરમાં જીગ્નેશ મેવાણીએ એક એવું નિવેદન આપ્યું હતું કે અલ્પેશ પટેલ કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા છે ત્યારે તેની પણ ભાજપમાં કોઈ પ્રકારની ગણના થતી નથી. અને રોજગારી ને લઈને યુવાનોમાં ભારે આક્રોશ છે ત્યારે મોંઘવારીનો મુદ્દો મહાનગરપાલિકાની અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચાલ્યો નથી તેવું મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થતાં જ સામે આવ્યું છે. પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે પરંતુ રોજગારીનો મુદ્દો કોઈ પ્રકારનું પરિણામ લાવી શક્યો નથી ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં એક નવુ આંદોલન શરુ થાય એના ભણકારા વાગી રહ્યા છે. જીગ્નેશ મેવાણીએ આંદોલનનું એલાન કરી દીધું છે. અને તેઓએ એવું પણ જણાવ્યું હતું કે રોજગારીના મુદ્દે હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી બંને ચર્ચા પણ કરી લીધી છે અને આંદોલન મુદ્દે તૈયારીઓ પણ હાથ ધરી દેવામાં આવી છે. હવે ગુજરાતમાં બેરોજગારી મુદ્દે નવા આંદોલનના પડઘમ વાગે તો નવાઈ નહીં તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.