રંગરસિયા કાર્યક્રમનું આયોજન

પોરબંદરમાં ગુરુવારે રંગારંગ રસિયા કાર્યક્રમ યોજાશે

પોરબંદર શહેરમાં આવેલ રાજીવનગર ખાતે વલ્લભ ગૃહ હવેલીમા આગામી તારીખ 25 ફેબ્રુઆરીને ગુરુવારના દિવસે રશિયાનો કાર્યક્રમ યોજવામાં આવશે. કાકા વલ્લભ ગૃહ ટ્રસ્ટ દ્વારા રંગ રસિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા જણાવવામાં આવ્યુ હતું.

માધી પૂર્ણિમા ઉત્સવની ઉજવણીનું આયોજન કરાયું : પોરબંદરમાં માધી પૂર્ણિમા ઉત્સવની ઉજવણીનું આયોજન કરાયું છે. આગામી તારીખ 26 ફેબ્રુઆરી લને શુક્રવારના દિવસે તિરુપતિ બાલાજી મંદિર સત્સંગ ધાર્મિક કાર્યક્રમ યોજનાર છે. પ્રકાશભાઈ રૂપાવેલ અને તેમની ટીમ દ્વારા સાંજના 4.30 કલાકે સત્સંગનું આયોજન કરાયું છે. જેનો લાભ લેવા ભાવિકોને જણાવવામાં આવ્યું હતું.