સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ખાપટ સીમ –૧ માં ધોરણ ૬ થી ૮ ની હોસ્ટેલ શરૂ કરાશે

સમગ્ર શિક્ષા પોરબંદરમાં કાર્યરત ગર્લ્સ એજયુકેશન યુનિટમાં પોરબંદર જિલ્લામાં રાણાવાવ તાલુકામાં ખંભાળા અને કુતિયાણા તાલુકામાં મહિયારી કેજીબીવી કાર્યરત છે. હવે આવતા વર્ષે પોરબંદર તાલુકામાં ખાપટ સીમ –૧ માં વર્ષ ૨૦૨૧ – રર માં ધોરણ ૬ થી ૮ ની હોસ્ટેલ શરૂ કરવામાં આવનાર છે. આ ત્રણેય હોસ્ટેલમાં કન્યાઓના આવતા વર્ષ માટે મેરિટને આધાર નામાંકન કરવાનું થાય છે. આ હોસ્ટેલમાં પ્રવેશ માટે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રવેશ પરીક્ષા એપ્રિલ – ૨૦૧૧ માં યોજનાર છે. આથી જણાવવાનું કે ધોરણ – ૬ થી ૯ માં પ્રવેશ માટે અગત્યનું ધોરણ એટલે કે, ધોરણ – ૫ થી ૮ ના કન્યાઓ ઓન લાઈન અરજી કરવાની થાય છે. પ્રશ્નપત્રનું માળખું વિકલ્પ આધારિત ઓ.એમ.આર. બેઈઝ જે – તે ધોરણના તમામ વિષયોનું એક જ પ્રશ્નપત્ર રાખવામાં આવનાર છે.ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૧/૩/૨૦૨૧ છે.

આથી પ્રાથમિક શાળા તમામ આચાર્યને અપીલ કરવામાં આવે છે કે આપની શાળામાં અભ્યાસ કરતી કન્યાઓને પરિક્ષા આપવા માટે પ્રોત્સાહિત કરવા જણાવવામાં આવે છે. ૩ કે.જી.બી.વી.માંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે. વધારે માહિતી માટે શાળાના આચાર્યનો સંપર્ક કરવાનો રહેશે તેવું જણાવ્યું હતું.