પોરબંદર જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં અવારનવાર અનેક વખત ખનીજ ચોરી સામે આવી છે ત્યારે વધુ એક વખત ૨૦ લાખથી વધુની રકમની ખનીજચોરી ઝડપાતા ભૂમાફિયાઓ ફફડાટ મચી ગયો છે. પોરબંદર ના રાતડી ગામે ખાણખનીજ વિભાગ દ્વારા દરોડા પાડી સરકારી પડતર જમીન માં ચાલતી ખનીજચોરી ઝડપી લીધી છે.સ્થળ પર થી કુલ વીસ લાખ નો મુદામાલ કબજે કરી ખાણ ખનીજ વિભાગે સર્વેની કામગીરી હાથ ધરી છે . પોરબંદર ના મિયાણી થી માધવપુર સુધી ની દરિયાઈ પટ્ટી પર ચાલી રહેલી ખનીજચોરી અંગે તાજેતર માં વિવિધ મીડિયા દ્વારા અહેવાલ પ્રકાશિત અને પ્રસારિત કરાયા બાદ તંત્ર ની પણ ઊંઘ ઉડી છે.અને ગઈ કાલે પોલીસ ને સાથે રાખી ખાણ ખનીજ વિભાગે રાતડી પંથક માં દરોડા પાડ્યા હતા.જેમાં સરકારી પડતર જમીન પર ચાલી રહેલી બિલ્ડીંગ લાઈમ સ્ટોન ની ખનીજ ચોરી ઝડપાઈ છે . ખાણ ખનીજ વિભાગે સ્થળ પર થી 9 ચકરડી , 1 ટ્રક , 3 ટ્રેકટર 1 જનરેટર મળી કુલ અંદાજીત 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ બ્બે કરી મિયાણી મરીન પોલીસ સ્ટેશન ને હવાલે કરાયો છે.જો કે દરોડા દરમ્યાન ખનીજચોરો સ્થળ પર થી નાસી ગયા હતા.ખાણ ખનીજ વિભાગે સ્થળ પર થયેલ ખનિજચોરી અંગે સર્વે ની કામગીરી હાથ ધરી છે . જે એકાદ બે દિવસ માં પૂર્ણ થયા બાદ મોટી રકમ ની ખનિજચોરી બહાર આવે તેવી શકયતા વર્તાઈ રહી છે

By admin