દ્વારકા જિલ્લામાં ભાજપ દ્વારા 2ને સસ્પેન્ડ કરાયા, કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવતા પગલાં

ભારતની જનતા પાર્ટી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાર્ટીના કાર્યકર્તા કે હોદ્દેદાર હોય અને હાલમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્ય સામાન્ય ચૂંટણી 2021માં વિપક્ષ માંથી ઉમેદવારી નોંધાવી હોય તેઓને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ પાટીલ ની સૂચના અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રમુખ ખીમાભાઇ જોગલ દ્વારા તેમને પક્ષમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે.

આ સસ્પેન્ડ કરવામાં આવેલા વ્યક્તિ પૈકી પૂર્વક ભાજપ મહામંત્રી દ્વારકા અને પૂર્વ કારોબારી ચેરમેન તાલુકા પંચાયત દ્વારકાના હેમંતભાઈ જીલુભા માણેકૅ દ્વારકા તાલુકા ની મીઠાપુર જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે પૂર્વ નગરપાલિકા ઉપપ્રમુખ નગરપાલિકા રાવલના કારૂભાઇ રામાભાઇ ગામી જેણે રાવલ શહેર વોર્ડ નંબર પાંચમા કોંગ્રેસ તરફી ઉમેદવારી નોંધાવી હતી. આ બંને લોકોને ભાજપ પક્ષમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે.