પોરબંદર છાયા નગરપાલિકાના વોર્ડ વિસ્તારોમા નાગરિકોને મતદાન પ્રક્રિયા અંગે સમજ અપાઇ

પોરબંદર તા.૧૯, પોરબંદર છાયા નગરપાલિકાની આવનાર સામાન્ય ચૂંટણી અંતર્ગત નગરપાલિકા વિસ્તારના ૧૩ વોર્ડના તમામ વિસ્તારોને આવરી લઇ દરેક વોર્ડના ઓફિસરશ્રીઓ દ્વારા ટીમ સાથે આ વિસ્તારોનાં વિવિધ ભાગોમાં જાહેર જનતાને મતદાન પ્રક્રિયા અંગે સમજ આપી અને  વોટ કઈ રીતે કરવો તે અંગેની સમજ આપવામાં આવી રહી છે. અને evm મશીન  નિદર્શન પ્રક્રિયા ચાલી રહી છે.

જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીના સંકલનમા મામલતદારશ્રીઓ સહિત અધિકારીઓ અને કર્મચારીઓ દ્રારા પોરબંદર જિલ્લામા મતદાન જાગૃતિ કાર્યક્રમો કરવાની સાથે સાથે ઇ.વી.એમ.થી મતદાન કઇ રીતે કરવુ તેની સમજ મતદારોને પુરી પાડવામા આવી રહી છે. આજે પોરબંદરના જુદા જુદા વોર્ડમા મતદારોને વોટ કઈ રીતે કરવો તે અંગેની સમજ આપવામાં આવી હતી.