પોરબંદર  ખાતે યોજાયો મતદાન જાગૃતિ કાર્યક્રમ

પોરબંદર તા.૧૯, પોરબંદરના અમર પોલિમર પ્રાઇવેટ લિમિટેડ કંપની, ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. લો વોટર એરીયામાં રહેતા અને દરિયાઇ જાળ અને વિવિઘ પોલિમર ઉત્પાદનો સાથે જોડાયેલ ભાઈઓ અને બહેનોમાં મતદાન કરવાના મહત્વ વિશે જાગૃતિ આવે એ હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પોરબંદર ડી.એન.મોદીના માર્ગદર્શન હેઠળ અને સ્વેપ ટીમ દ્વારા ” મતદાનના મહત્વ વિશે મતદાન જાગૃતિ કાર્યક્રમ” યોજવામાં આવ્યો હતો,

જેમાં વર્કર ભાઈ બહેનોએ મતદાન જાગૃતિ અંગે શપથ પણ લીધા હતા. આ કાર્યક્રમમાં આઈકોન જયેશભાઈ હિંગલાજીયા સહિત બહોળી સંખ્યામાં વર્કર ભાઈઓ તેમજ બહેનોએ ઉત્સાહભેર જોડાયા હતા.