પોરબંદરમાં સુભાષનગર મીઠાના અગર પાસે નવુ સ્કુલ બિલ્ડીંગ મંજુર થયેલ છે તે અન્ય બીજી જગ્યાએ બાંધવા અંગે સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા તંત્રને રજૂઆત કરી એવું જણાવ્યુ હતું કે હાલમાં જ સુભાષનગરના મીઠાના અગર પાસે સ્કૂલ નું નવું બિલ્ડીંગ બાંધવાનું નક્કી થયેલ તે અન્ય બીજી કોઈ શાંત જગ્યાએ બાંધવામાં આવે તેવી અમારી નમ્ર અરજ છે.

સ્કૂલના નવા બિલ્ડિંગ બનાવવાના આ ઉમદા વિચારને અમે આવકારીએ છીએ અને આભાર પણ વ્યક્ત કરી છે, પરંતુ સાથે સાથે બાળકોના સ્વાસ્થથ્ય અને સલામતીનો પણ વિચાર કરવો જોઈએ, કારણ કે આ જગ્યા સ્કૂલ માટે જરા પણ અનુકૂળ નથી. આ જગ્યામાં ખૂબ જ ટ્રાફિક રહે છે અને મોટા મોટા કન્ટેનરો, ડમ્પરો, ટ્રકો અને અન્ય મોટા-મોટા વાહનોની અવાર-નવાર, અવર-જવર રહે છે. જેથી બાળકોની સલામતીનું જોખમ રહે છે.

તે ઉપરાંત આ જગ્યાએ કોલસા અને બોકસાઈટના મોટા મોટા ઢગલા પડેલા રહે છે જેથી ડસ્ટીંગ પણ ખૂબ જ રહે છે. અને બાજુમાં જ ગટર છે અને કાદવ કીચડ હંમેશા પડેલા રહે છે. જેની દુર્ગધ ખુબ જ આવે છે અને બાળકોના સ્વાથ્ય પર પણ ખરાબ અસર પડશે. આ જગ્યા શાળા માટે જરાય યોગ્ય નથી માટે આ જગ્યાને બદલે કોઈ અન્ય શાંત જગ્યાએ જ્યાં ટ્રાફિક અને ડસ્ટીંગ નો પ્રશ્ન ન રહે તે જગ્યાએ સ્કૂલ બિડીંગ બનાવવા માટે યોગ્ય કાર્યવાહી કરાવવા આ અંગે રજૂઆત કરવામાં આવી હતી.

By admin