૩૨ માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો સમાપન સમારોહ યોજવામાં આવ્યો

પોરબંદર જિલ્લામાં ૩૨ માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો પ્રારંભ તાજેતરમાં પોરબંદર જિલ્લાના મેજીસ્ટ્રેટ તથા જિલ્લા કલેકટર ડી.એન મોદી તથા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની તથા જિલ્લા વિકાસ અધિકારી અડવાણી તથા શહેરના પ્રતિષ્ઠિત નાગરીકો તથા ડોકટર તથા જે.સી.આઇ.ના સભ્યો તથા એ.આર.ટી.ઓ. તથા ખાનગી એકમોના ડાયરેકટર્સની હાજરીમાં ઉદઘાટન કરવામાં આવેલ હતું.

આ માસ દરમ્યાન દૈનિક ધોરણે વાહન ચાલકોમાં જાગૃતિ આવે તે હેતુથી શહેરમાં સ્ટીકર્સ, બેનર્સ, સેમીનાર, આઇ.ચેકઅપ, પ્રાથમિક સારવાર તથા શહેરમાં ચાલતા વાહનનો ઉપર સ્ટીકર્સ તથા રીફલેકટર લગાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ લોકોમાં ટ્રાફીક બાબતે જન-જાગૃતિ ફેલાય તે માટે પત્રીકાનું વેચાણ કરવામાં આવેલ તેમજ ટ્રાફીકના નિયમોનો ભંગ કરતા લોકોને દંડની કાર્યવાહી કરવામાં આવી

શહેરના ઉચ્ચ અધિકારીઓ તથા નાયબ પોલીસ અધિક્ષક પોરબંદર શહેર તથા ગ્રામ્યનાઓ દ્વારા વેબીનારનું આયોજન કરી કોલેજ તથા શાળાના વિધાર્થીઓ તથા આમ નાગરીકોને વેબીનારના માધ્યમથી ટ્રાફીક બાબતે માહિતી પુરી પાડવામાં આવી તેમજ નાગરીકો ટ્રાફીકના પ્રશ્નો બાબતે જાગૃત બને તે રીતેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા, મહાનુભાવઓની હાજરીમાં ૩૨ માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ -૨૦૨૧ નું સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો. તેમજ ડોકટરઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અને એક એવી આશા વ્યકત કરવામાં આવી કે આ સમગ્ર માસની કાર્યવાહીના અંતે લોકોમાં ટ્રાફીક પ્રત્યેની જાગૃતિ ફેલાશે. આ કાર્યક્રમ માત્ર એક માસ માટે સિમિત ન રહેતા હવે રોજેરોજ આ જ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અને લોકોને ટ્રાફીકના નિયમોનું પાલન કરવા માટે જરૂરી સુચના તેમજ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.