પોરબંદર-કોચ્ચુવેલી સાપ્તાહિક વિશેષ ટ્રેન 25 ફેબ્રુઆરીથી ચાલશે

ટિકિટ બુકિંગ 23 ફેબ્રુઆરી 2021 થી શરૂ થશે : પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિયોની સુવિધાને ધ્યાનમાં રાખીને પોરબંદર-કોચ્ચુવેલી-પોરબંદર સાપ્તાહિક વિશેષ ટ્રેન (09262/09261) દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે. ટ્રેન નંબર 09262/09261 પોરબંદર-કોચ્ચુવેલી-પોરબંદર સાપ્તાહિક વિશેષ ટ્રેન નંબર 09262 પોરબંદર – કોચ્ચુવેલી સાપ્તાહિક સ્પેશિયલ 25 મી ફેબ્રુઆરી 2021 થી આગળની સૂચના સુધી પોરબંદરથી દર ગુરુવારે 18:40 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે 15:05 વાગ્યે કોચ્ચુવેલી પહોંચશે. વાપસીમાં, ટ્રેન નંબર 09261 કોચ્ચુવેલી – પોરબંદર સાપ્તાહિક સ્પેશિયલ 28 ફેબ્રુઆરી, 2021 થી આગળની સૂચના સુધી દર રવિવારે સવારે 11.10 વાગ્યે કોચ્ચુવેલીથી દોડશે અને ત્રીજા દિવસે સવારે 07:25 વાગ્યે પોરબંદર પહોંચશે. આ ટ્રેન રૂટમાં જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, પાલઘર, વસઈ રોડ, પનવેલ, રત્નાગીરી, મડગાંવ, કારવાર, ઉડુપી, મંગલુરૂ જં., કાસરગોડ, કણ્ણૂર, કોષિક્કોડ, તિરૂર, ષોરણૂર જં.,એરણાકુલમ, આલપ્પુષા, કાયમકુલમ અને કોલ્લમ જં. સ્ટેશનો પર રોકાશે. ટ્રેન નંબર 09262 પોરબંદર-કોચ્ચુવેલી નું બુકિંગ 23 મી ફેબ્રુઆરી, 2021 થી નિયુક્ત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે. મુસાફરો ઉપરોક્ત વિશેષ ટ્રેનની વિસ્તૃત માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકશે. તેવું જણાવ્યું હતું.