પોરબંદર : હાર્મની હોટેલ ખાતે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું

પોરબંદર શહેરમાં હાર્મની હોટેલ ખાતે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો રસાકસીનો જંગ જામ્યો છે. ત્યારે પોરબંદર નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારો દ્વારા ચૂંટણી જીતવા માટે તડામાર તૈયારી હાથ ધરી દેવામાં આવી છે. અને બંને પક્ષો ચૂંટણીની જીતના દાવા કરી રહ્યા છે ત્યારે પૂર્વ કેબિનેટ મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા તેમજ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા દ્વારા હારમની હોટલ ખાતે ભાજપના મુખ્ય કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.