સાંઈબાબાના મંદિરે શણગાર દર્શન યોજાયા

પોરબંદર શહેરમાં નરસંગ ટેકરી પાસે આવેલ સાંઈબાબાના મંદિરે અવારનવાર અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે અને અહીં મંદિરના પુજારી દ્વારા દર ગુરુવારના દિવસે પણ ભજન સત્સંગ કીર્તન અને શૃંગાર દર્શન વગેરે પ્રસંગો યોજવામાં આવતા હોય છે. ત્યારે અહીં મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે દર ગુરુવારના દિવસે ઉમટી પડે છે.

વધુ એક વખત ગુરુવારના દિવસે મંદિરના પુજારી દ્વારા સાંઈબાબાના મંદિરે શ્રુંગાર દર્શન યોજવામાં આવ્યા હતા. આ તકે મોટી સંખ્યામાં ભક્તજનોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. કોરોનાવાયરસની મહામારી બાદ અહીં મંદિરના પુજારી દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શનનું આયોજન કરવામાં આવે ત્યારે ભાવિ કોઈએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હોવાનું જણાવવામાં આવ્યું હતું.