પોરબંદરની વી.જે. મોઢા કોલેજનું બી એસ.સી. એમ 3 નું પરિણામ જાહેર થયું છે. જેમાં પહેલા અને ત્રીજ નંબર વચ્ચે 12 ટકાનો તોતીંગ તફાવત આવ્યો છે. જૂનાગઢની ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા પરિણામ જાહેર કર્યા છે જેમાં દર વર્ષની જેમ જ આ વર્ષે પણ પોરબંદરની વીજે મોઢા કોલેજના વિદ્યાર્થીઓએ અલગ – અલગ શાખાઓના પરિણામમાં ઉત્તમ દેખાવ કર્યો છે. જે માં બીએસ સી સેમેસ્ટર -3નું શ્રેષ્ઠ પરિણામ મેળવતા વિદ્યાર્થીઓને સૌએ અભિનંદન પાઠવ્યા હતા. બી. એસ. સી . સેમેસ્ટર -3 ની ડિસેમ્બર માં લેવાયેલી પરીક્ષામાં ટોડરમલ ખુશી હરીશભાઈએ ૮૯.૨૭ ટકા કામ કરી કોલેજમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. જ્યારે કોલેજમાં બીજા ક્રમે આવેલી થાનકી ખુશબુ રીલેષભાઈએ ૭૮.૯૧ ટકા મેળવ્યા છે અને ત્રીજા ક્રમે આવેલી મોઢવાડીયા અંજુ કેશુભાઈએ ૭૭.૮૨ ટકા આ પરીક્ષામાં મેળવ્યા છે. આ ઉપરાંત ૭૦ ટકા ઉપર અનેક વિદ્યાર્થીઓ પાસ થયેલા છે. વિદ્યાર્થીઓના આ ઉત્તમ પરિણામમાં મોઢા કોલેજનું સંચાલન તેમજ ઓનલાઈન શિક્ષણનું સફળ તેમજ શ્રેષ્ઠ સંચાલન કરવામાં આવી રહ્યું છે ત્યારે શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને કોલેજના સ્ટાફ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

By admin