મનની વ્યાકુળતાનું નિવારણ સત્સંગ, સ્વાધ્યાયમાં છે : પૂજ્ય ભાઈશ્રી
જ્યારે વિચારોના વમળ સર્જાય છે ત્યારે મન અસ્થિર, અશાંત બની જાય છે અને અશાંત વ્યક્તિને સુખ પ્રાપ્ત થતું નથી. માટે મન સ્થિર, શાંત રહે તે માટે તેને સ્વાધ્યાય-સત્સંગ મળતો રહેવો જોઈએ. જેમ ભગવાન રામજીને વનવાસ થયો પછી ભરતનું મન વ્યાકુળ બની ગયું હતું, પરંતુ ગુરુનો સત્સંગ થવાથી મન શાંત થયું હતું, એમ રાષ્ટ્રીય સંત પૂજ્યભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ રામકથાનાં પાંચમા દિવસે, બુધવારે પોરબંદર સ્થિત સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતેથી જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ શ્રીહરિ મંદિરનો ૧૫મો પાટોત્સવ-વર્ષ ૨૦૨૧, તા. ૧૩/૦૨/૨૦૨૧ થી ૨૧/૦૨/૨૦૨૧ દરમ્યાન ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે યોજાશે. આ વર્ષે કોવિડ-૧૯ની મર્યાદા અને સરકારની માર્ગદર્શિકાને ધ્યાને લઈને મર્યાદિત ભાવિકોની ઉપસ્થિતિમાં આ સંપૂર્ણ ઉપક્રમ યોજાઈ રહ્યો છે. અન્ય ભાવિકો પોતાના ઘરેથી જ સોશ્યલ મીડિયાના માધ્યમથી પાટોત્સવ-દર્શનમાં જોડાયા છે.
કથાના મુખ્ય મનોરથી શ્રીમતી જ્યોત્સ્નાબેન તથા વજુભાઈ પાણખાણીયા, શ્રીમતી ઉષાબેન તથા ધીરુભાઈ સાંગાણી યુ.કે. અને સમગ્ર સંસ્કૃતિ ફાઉન્ડેશન-યુ.કે. છે. આજના દૈનિક યજમાન શ્રી શારદાબેન માધવાણી પરિવાર (લંડન), શ્રી ગોપાલભાઇ પોપટ અને ગોવિંદભાઇ, એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ રહ્યા હતા. દૈનિક યજમાન zoom ઉપસ્થિત રહે છે અને એમના પ્રતિનિધિ સ્વરૂપે ઋષિકુમારો દ્વારા સ્થાપન પુજા કરવામાં આવે છે.

આજના શિખર યજમાન શ્રી શીતલબેન અને ચેતનભાઈ જેઠવા પરિવાર (લંડન), ધ્વજારોહણ યજમાન વિનુભાઈ પટેલ, અમદાવાદ તેમજ શ્રીહરિ મંદિરમાં શ્રીરામ દરબારની ઝાંખીના મનોરથી શ્રી શીતલબેન જેઠવા,લંડન, શ્રી પ્રજ્ઞાબેન મહેતા-દક્ષાબેન હરણ રહ્યા હતા .આ સંપૂર્ણ કથાનું લાઈવ ટેલિકાસ્ટ sandpani.tv, સંસ્કાર ટીવી ચેનલ અને સાંદીપનિના વિવિધ મીડિયા પ્લૅટફૉર્મના માધ્યમથી પ્રતિદિન બપોર પછી 3:30 થી થઈ રહ્યું છે.
પૂજ્ય ભાઈશ્રીએ જણાવ્યું કે જ્યારે રામજીને વનવાસના સમય મળ્યા ત્યારે ભરતજી અને શત્રુઘ્ન બન્ને વ્યાકુળ બન્યા, ક્રોધિત બબન્યા, પરંતુ ગુરુ વસિષ્ઠજીના સાંનિધ્યથી ક્રોધ સેવાનાં રૂપમાં પરિવર્તિત થઈ ગયો. આ જ સ્વાધ્યાય, સત્સંગનું મહત્ત્વ. ગુરુજીએ ભરતજીને કહ્યું કે ભગવાન રામે જેમ પિતાની આજ્ઞા હોવાથી જેમ વનવાસ સ્વીકાર્યો તેમ તમે પણ રાજાની આજ્ઞા મુજબ સિંહાસન સંભાળી લો. ત્યારબાદ ભરતજી પણ રામસેવાની સરવાણીમાં તરબોળ થઈ ગયા હતા.
રામજીના વનવાસનો મુખ્ય હેતુ તો ભરતરૂપી સમુદ્રમાં રહેલા પ્રેમરૂપી અમૃતના પ્રગટીકરણ માટે જ હતો.
प्रेम अमिय मन्दर बीरह भरत पयोधि गँभीर। मथि प्रगटे सुर साधु हित कृपासिन्धु रघुबीर ।। श्रीरामचरित मानस

ભરતજીના આવા વિશિષ્ટ પ્રેમ-વર્ણનની સાથે રામ ભગવાનની દિવ્ય કથા સાથે જોડે છે. શ્રીરામ-સીતા વિવાહ મહોત્સવ શ્રીહરિ મંદિરના ૧૫માં પાટોત્સવમાં પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખેથી ચાલી રહેલી શ્રીરામ કથાના પાંચમા દિવસે આજે શ્રી રામ-સીતા વિવાહ મહોત્સવ ખૂબ જ વિધિપૂર્વક, અયોધ્યાકાંડ વિવાહ પ્રકરણની ચોપાઈઓનું ગાન કરતાં-કરતાં, હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતી અને તે નિમિત્તની સાંદીપની ઋષિકુમારો દ્વારા મનોરમ્ય ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી.
શ્રીરામ-સીતા વિવાહ મહોત્સવના યજમાન કન્યાપક્ષ તરફથી શ્રી વીણાબેન અને પ્રદિપભાઇ ધામેચા પરિવાર (લંડન),શ્રી પ્રતિભાબેન અને રાજુભાઇ સવાણી પરિવાર (લંડન) અને વર પક્ષ તરફથી શ્રી કિનાબેન અને રાજેશભાઇ પટેલ પરિવાર (હર્ટફોર્ડશાયર), શ્રી વીણાબેન અને નરેશભાઇ નાગ્રેચા પરિવાર (મલેશિયા) એ સેવા આપી હતી.
સાંસ્કૃતિક કાર્યક્રમ શ્રીહરિ મંદિરના ૧૫માં પાટોત્સવમાં આજે પાંચમા દિવસે રાત્રે ગુજરાતનાં પ્રખ્યાત સાહિત્યકાર એવાં હાસ્યકલાકાર સાંઇરામ દવે દ્વારા હાસ્યરસ સાથે લોકસાહિત્યની પ્રસ્તુતિ થઈ હતી તથા સૂફી-સંગીતના જાણીતા કલાકાર એવા ઓસમાણ મીર દ્વારા ગીત-ગઝલનો સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો હતો. પૂજય ભાઇશ્રી બંને કલાકારોનું સન્માન કર્યું હતું.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button