પોરબંદર : શિક્ષિકાની કૃતિ નેશનલ લેવલ ટોય ફેર માટે પસંદ
પોરબંદર તા.૧૭, પોરબંદર જિલ્લાના શ્રી મોકર પ્રાથમિક શાળાના શિક્ષિકા લાખાણા ભાવિશાબેન દ્રારા નિર્મિત શૈક્ષણિક રમકડુ સરવાળા બોક્સ અને સંખ્યા રચક ભારતના પ્રથમ નેશનલ લેવલ ટોય ફેર-૨૦૨૧ માટે પસંદગી પામેલ છે.
આ રમકડા દ્રારા વિધાર્થી જાતે રમતા રમતા ગણિત શીખે છે. ગણિત વિષય પ્રત્યે રસ ઉતપન્ન થાય છે. તેમજ ધ્યાન એકાગ્ર કરી શકે છે. રમકડાની
આ વિશિષ્ટતાને કારણે તેની પસંદગી જિ.સી.ઈ.આર.ટી ગાંધીનગર ખાતે સ્ટેટ લેવલ ટોયફેર-૨૦૨૧માં શ્રેષ્ઠ રમકડા તરીકે નેશનલ લેવલ ટોય ફેર-૨૦૨૧માં પસંદગી કરાઈ છે. : E-mail: informationpor@gmail.com
Website: માહિતી બ્યુરો, ગુજરાત રાજય–પોરબંદર
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button