કોંગ્રેસના દિગ્ગજ નેતા-સાંસદ અહેમદ પટેલ અને ભાજપના સાંસદ અભય ભારદ્વાજનું કોરોનાથી અવસાન થતાં રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી છે. ભાજપે રાજ્યસભાના ઉમેદવાર તરીકે રામભાઇ મોકરિયા અને દિનેશ પ્રજાપતિને ઘોષિત કર્યાં છે. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બંને નવા ચહેરાની પસંદગી કરી ભાજપના પ્રદેશ નેતાઓને ચોંકાવી દીધાં છે.

પશ્ચિમ બંગાળમાં ટીએમસીના રાજ્યસભાના સભ્ય દિનેશ ત્રિવેદીએ રાજીનામુ ધરી દીધુ હતું ત્યાર બાદ તેઓ ગુજરાતમાં ખાલી પડેલી બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાને ઉતરશે તેવી વાત માત્ર રાજકીય અફવા ઠરી હતી.

આજે ભાજપ મોવડી મંડળે રાજયસભાના ઉમેદવાર તરીકે રામભાઇ મોકરિયાના નામની જાહેરાત કરી હતી. રામભાઇ મોકરિયા મૂળ પોરબંદરના વતની છે.તેઓ વર્ષોથી વિદ્યાર્થી પરિષદ, સંઘ અને વિશ્વ હિન્દ પરિષદ સાથે જોડાયેલા છે. તેઓ ભાજપના કારોબારી સભ્ય પણ રહી ચૂક્યાં છે.

આ તરફ, ભાજપ બશ્રીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ દિનેશ પ્રજાપતિને ભાજપે રાજ્યસભામાં મોકલવા નક્કી કર્યુ છે. દિનેશ પ્રજાપતિ મૂળ ડિસાના રહેવાસી છે. આ બંનેની રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદગી કરી ભાજપે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને સાચવી લીધુ છે. જો કે, આ નવા ચહેરાની પસંદગી થતાં ભાજપના નેતાઓ-કાર્યકરો ય અચંબામાં મૂકાયાં છે.

રામભાઇ મોકરિયા અને દિેનેશ પ્રજાપતિ તા.18મીએ બપોરાા 12.39ના શુભ મુુહર્તેના સમયે ફોર્મ ભરશે તે વખતે ભાજપ સરકારના મંત્રીઓ-આગેવાનો હાજર રહેશે.

આ વખતે પણ  પુરતી સંખ્યામાં ધારાસભ્યો હોવાથી બંને બેઠકો ભાજપના ખાતામાં જશે અને કોંગ્રેસને એક બેઠકનું નુકશાન થશે. રાજ્યસભાની ચૂંટણી એક માત્ર ઔપચારિક બનીને રહી ગઇ છે.

કોંગ્રેસ રાજ્યસભામાં ઉમેદવાર ઉભા નહીં રાખે, ભાજપના ઉમેદવારો બિનહરીફ થશે

છેલ્લી બે રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ઘણાં ધારાસભ્યોએ પક્ષપલટો કર્યો હતો પરિણામે આજે કોગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને 65 થઇ છે.આ વખતે પણ રાજ્યસભાની બંને બેઠકો માટે અલગ અલગ મતદાન થવાનુ છે. આ જોતાં કોંગ્રેસ પાસે પુરતુ સંખ્યા બળ નથી. હાલની સિૃથતિએ કોંગ્રેસ જીત મેળવે તેવી સિૃથતિમાં નથી.

આ જોતાં કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારો  નહી ઉભા રાખવા મન બનાવી લીધુ છે.જોકે, હજુ સત્તાવાર કોઇ જાહેરાત કરાઇ નથી. જો કોગ્રેસ ચૂંટણીમા ઉમેદવારો ઉભા નહી રાખે તો ભાજપના બંને ઉમેદવારો બિનહરીફ જાહેર થઇ જશે. જો બંને બેઠકો ભાજપના ફાળે જાય તો કોગ્રેસ પાસે હવે ગુજરાતમાં માત્ર ત્રણ બેઠકો જ રહી જશે. કોંગ્રેસના આ વખતે પણ એક બેઠકનું નુકશાન થશે.

By admin