ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ સમિતિમાં આગવું નેતૃત્વ કરતા અને ઉનાના ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવતા પૂંજા વંશ પોતાનું ઘર સાચવવામાં જ નિષ્ફળ રહ્યા છે. પુંજાભાઈ વંશ ઉના ખાતેથી ધારાસભ્ય પદે ચૂંટાઈ આવે છે. ત્યારે ઉનામાં જ 21 સીટ પર ભાજપ બિનહરીફ ચૂંટાઇ આવી છે. નગરપાલિકાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના સભ્યો ચૂંટણી ફોર્મ પરત ખેંચી લીધા હોવાના કારણે એક તરફી વાતાવરણ બની ગયું છે. નગરપાલિકાની ચૂંટણીમાં પુંજાભાઈ વંશની ઘોર બેદરકારી અને નિષ્ફળતાના કારણે નગરપાલિકામાં ચૂંટણી યોજાય તે પહેલાં જ ભાજપના 21 સદસ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.
આમ પૂજા ભાઈ વંશ પોતાનું ઘર સાચવવામાં જ નિષ્ફળ રહ્યા છે. હાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પુંજાભાઈ વંશને હવે પછી કોઈ મહત્વની જવાબદારી સોંપવામાં આવે કે કેમ તે પણ જોવું રહ્યું છે. કારણ કે 6 ટર્મથી ચૂંટાઇ આવતા પુંજા વંશ પોતાના વિસ્તારમાં જ નિષ્ફળ રહ્યા હોવાના પગલે પ્રદેશ કોંગ્રેસ સમિતિ પણ તેમણે મહત્ત્વની જવાબદારી સોંપવામાં કેટલો ભરોસો રાખે તે આગામી સમાજ બતાવી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉના નગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટણી યોજાય તે પહેલાં જ એક તરફી વાતાવરણ જોવા મળ્યું છે. અને 21 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. 36 બેઠકમાંથી અત્યાર સુધીમાં 21 બેઠક બિનહરીફ થઈ ગઈ છે. અને હવે 15 બેઠક પર ચૂંટણી યોજાનાર છે. જેથી ભાજપના કાર્યકરોમાં પણ આનંદની લાગણી પ્રસરી છે.