પોરબંદરમાં બાયોમેડીકલ વેસ્ટ પ્લાન્ટનું 40 લાખના ખર્ચે નવિનીકરણ થયું છે.
પોરબંદર માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બાયો મેડીકલ વેસ્ટ પ્લાન્ટના ખાતે ગુજરાત પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડની નવી ગાઈડ લાઈન મુજબ નવું ઈન્સીનરેટર વસાવવાની જરત ઉભી થતા ા. 40 લાખ જેવી માતબર રકમ ખર્ચ આવી પડતા દાતાઓના આર્થિક સહયોગથી નવા ઈન્સીનરેટર સાથે જરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવેલ. જેનું ઉદ્ઘાટન ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાના હસ્તે કરવામાં આવેલ હતું.

ઉદઘાટન સમારંભ, માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઈ કારીયાના સ્વાગત પ્રવચનથી કરવામાં આવી. તેમણે સૌ આમંત્રિત મહેમાનોનું ઉમળકા સાથે સ્વાગત કર્યું. પોતાની પ્રસ્તાવનામાં તેમણે જણાવ્યું કે વિદ્યુત સ્મશાન ભઠ્ઠી છેલ્લા 25 વર્ષથી નિ:શુલ્ક ચલાવવામાં આવે છે. 1996 માં ટ્રસ્ટની રચના થઈ ત્યારે પીયા 10 નું પણ દાન હિન્દુ વિદ્યુત ભઠ્ઠીનો ખર્ચ વહન કરવા માટે સ્વીકારવામાં આવતું. પરંતુ ટ્રસ્ટ દ્વારા બાયોમેડીકલ વેસ્ટ પ્લાન્ટની સ્થાપના બાદ વિદ્યુત સ્મશાન ભઠ્ઠી અને તેના ખર્ચને પહોંચી વળે છે. જી.પી.સી.બી. ની નવી ગાઈડલાઈન મુજબ બાયો મેડીકલ વેસ્ટ પ્લાન્ટનું નવસર્જન કરવું અતિ આવશ્યક બનતા આપણા વિસ્તારના માત્ર ત્રીસેક દાતા મહાનુભાવોને નવ સર્જનના કાર્યની વિગતવાર માહિતી આપી દાન આપવા જણાવ્યું જેના પરિણામ સ્વપે આ શક્ય બનેલ છે.

સ્વાગત પ્રવચન બાદ સમારંભના અતિથિ વિશેષ પદે ઉપસ્થિત બાબુભાઈ બોખીરીયાનું પુષ્પગુચ્છથી સ્વાગત અનિલભાઈ કારીયાએ કર્યું. મંચસ્થ મહેમાનો જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા, આઈ.એમ.એ. ના પ્રમુખ ડો. મલકાણ અને અમારા વડીલ પદુભાઈ રાયચુરાનું પણ પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું.

ટ્રસ્ટના ટ્રસ્ટી અને પ્રોજેક્ટ ચેરમેન મુકેશભાઈ ઠક્કર દ્વારા નવા ઈન્સીનરેટર વિશેની ટેકનિકલ માહિતી વિગતે આપવામાં આવી. તેઓ યાંત્રીક ક્ષેત્રે નિષ્ણાંત હોય તેમના માર્ગદર્શન તળે વિદ્યુત સ્મશાન ભઠ્ઠી અને બી.એમ.ડબલ્યુ. પ્લાન્ટનું નવ સર્જન ખૂબ જ ટુંકા સમયમાં સરળ બન્યું જે સંસ્થા માટે ગૌરવ લેવા જેવી બાબત છે. તેમણે સતત ત્રણ માસ માટે દરરોજ 12 થી 14 કલાક જેટલો સમય ફાળવી આ પડકારજનક કાર્ય પૂર્ણ કરેલ છે. ઉદ્ઘાટન બાદ નવા પ્લાન્ટના પ્રેક્ટીકલ કાર્યની પણ તલસ્પર્શી માહિતી આપી સૌને પ્લાન્ટના કાર્યની પૂરેપૂરી જાણકારી આપી. તેમની આ પ્રકારે કામ પ્રત્યેની લગન અને કુશળતાને લક્ષે રાખી પદુભાઈ રાયચુરાએ પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કર્યું.

આઈ.એમ.એ. એસોસીએશનના પ્રમુખ ડો. મલકાણએ પોતાના પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યું કે, માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટનો આ પ્લાન્ટ કાર્યરત થયો તે પહેલા આપણા વિસ્તારના ડોક્ટરો પોતાનો વેસ્ટ રાજકોટ અને પછીથી જામનગર મોકલતા હતા કે જે ખૂબ જ મુશ્કેલભર્યું હતું. આ સંસ્થા દ્વારા આ કાર્ય શ થતા ડોક્ટરોને ત્યાં ઉત્પન્ન થતા વેસ્ટનો આખરી નિકાલ કરવાનું ખૂબ જ સરળ અને સસ્તું બન્યું છે.

પોરબંદર માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેના ટ્રસ્ટી મંડળના અવિરત પ્રયાસોથી છેલ્લા 25 વર્ષથી વિદ્યુત સ્મશાન ભઠ્ઠીની જે સેવા આપવામાં આવી રહી છે તે આપણાં શહેર માટે આશિવર્દિ સમાન અને પ્રશંસનીય કાર્ય છે, તેમ ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાએ પોતાના પ્રાસંગીક પ્રવચનમાં બોલતા જણાવ્યું. પોરબંદર શહેરની વધતી જતી વસ્તી અને વિદ્યુત સ્મશાન ભઠ્ઠીની સુવિધા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોને મળતી રહે તે માટે વધુ એક વિદ્યુત કે ગેસ આધારીત સ્મશાન ભઠ્ઠી બનાવવી એ પ્રવર્તમાન સમયની માંગ હોવાનું તેમણે જણાવ્યું. આ બીજી સ્મશાન ભઠ્ઠી ત્યાં જ બનાવવામાં આવે તો એક જ ચીમનીમાંથી બે ભઠ્ઠીઓ ચલાવી શકાય અને સંસ્થાને તેનું સંચાલન કરવામાં પણ સરળતા રહે તેમ પણ તેઓએ જણાવ્યું. તેમણે એમ પણ સુચવ્યું કે સ્મશાનભઠ્ઠીને ચલાવવા માટે સૌર ઉર્જાનો વિકલ્પ પણ ચકાસવો જોઈએ.

રાજકીય ક્ષેત્રે કાર્યરત તેવા સરજુભાઈ કારીયા, પંકજભાઈ મજીઠીયા, સાગરભાઈ મોદી અને તબીબોમાં ડો. જાડેજા, ડો. પારવાણી, ડો. રણજીતભાઈ લાખાણી, ડો. ગોહીલ, ડો. ગઢવી, ડો. જનાર્દનભાઈ જોષી, ડો. ભરતભાઈ લાખાણી વગેરે ઉપસ્થિત રહેલા હતા. સામાજીક ક્ષેત્રે કાર્યરત મણીલાલભાઈ કોટેચા, ભરતભાઈ રાજાણી, રાજુભાઈ બુદ્ધદેવ, લખુભાઈ હિંડોચા, મોહનભાઈ લાખાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સર્વેને પુષ્પગુચ્છ અર્પણ કરી આવકારેલ હતા. આ ઉપરાંત ઈન્સીનરેટર સપ્લાય કરનાર પાર્ટી મે. મણીકાંતા ઈન્સીટેકના વાસુદેવનભાઈ, પ્લાન્ટ મેનેજર વિજયભાઈ મોઢા, પ્લાન્ટના ઓપરેટર રાજેશ બામણીયા તેવી જ રીતે ધર્મેશભાઈ સામાણી અને સિવિલ, મીકેનીકલ અને ઈલેક્ટ્રીકલ કામો કરનાર કારીગરોને પણ પુષ્પગુચ્છ અર્પણ કરી બિરદાવ્યા.
આ પ્રસંગે પદુભાઈ રાયચુરાએ વિદ્યુત સ્મશાન ભઠ્ઠી અને આ પ્લાન્ટ સ્થાપવામાં મહત્વનું યોગદાન આપનાર નટુભાઈ થાનકીને યાદ કરી શ્રદ્ધાંજલી અર્પણ કરી. અંતમાં સંસ્થાના ઉપપ્રમુખ જતીનભાઈ હાથીએ આભારવિધી સંપન્ન કરી કાર્યનું સફળ સંચાલન વિજયભાઈ મોઢાએ કર્યું. આખરે જે શુભ ઘડીની રાહ જોવાઈ રહી હતી તે નવા પ્લાન્ટની ઉદઘાટન વિધી લોકલાડીલા ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાના હસ્તે રીબીન કાપી પૂર્ણ કરી જેને સૌએ તાળીઓથી વધાવી. પ્લાન્ટની પ્રેક્ટીકલ કામગીરી જાતે નિહાળી સંતોષ વ્યક્ત કરી સૌએ વિદાય લીધી તેમ અનિલભાઈ કારીયાએ એક યાદીમાં જણાવ્યું છે.

By admin