પોરબંદર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગુનેગારો પર કડક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે પોરબંદરમાં કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચએલ આહીરના માર્ગદર્શન હેઠળ જુનાગઢ ફેમિલી કોર્ટના મેજિસ્ટ્રેટ દ્વારા ભરણપોષણની રકમ પચાસ હજાર પાંચસો સમયસર જમાં નહીં કરાવનાર ઠકકર પ્લોટમાં રહેતો આરોપી ઓસમાન આદમભાઇ ઉઠારને ઝડપી પાડ્યો હતો. તેઓને નવ માસની સજાનો વોરંટ ઈસ્યુ કરાયું હતું. હનુમાન ગુફા પોલીસ ચોકીના પીએસઆઈ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા વોચ ગોઠવીને નાસતા ફરતા આરોપી ઓસમાન ઉઠારને તેમના રહેણાંક વિસ્તારમાં ઠક્કર પ્લોટ ખાતેથી શોધી કાઢ્યો હતો. અને પોરબંદર જિલ્લાની જેલમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આમ એક નિર્બળ અબડા મહિલાને ન્યાય આપવા આકરુ પગલું ભરવામાં આવ્યું હતું.

By admin