પોરબંદર છાયા નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારો જાહેર કરવામાં વિલંબ..

સૌરાષ્ટ્રની મોટાભાગની નગરપાલિકાઓમાં અને મહાનગરપાલિકામાં ભાજપના ઉમેદવાર જાહેર થઈ રહ્યા છે, પરંતુ સૌરાષ્ટ્રની ખૂબ મહત્વની માનવામાં આવે છે એવી પોરબંદર-છાંયા સંયુક્ત નગરપાલિકાની બાવન બેઠકમાં કોને ટિકીટ આપવી અને કોને નહીં ? એ સસ્પેન્સ વચ્ચે એવું જાણવા મળ્યું છે કે પોરબંદર ભા.જ.પ. માં તોફાન પહેલાની શાંતિનું વાતાવરણ હોય તેમ જણાઈ રહ્યું છે.તો કોંગ્રેસે પણ હજુ સુધી ઉમેદવારો જાહેર નહીં કરતા નામો જાહેર કરવામાં બન્ને પક્ષો વિલંબ કરી રહ્યા છે.

બે દી’ પૂર્વે ચેમ્બર પ્રમુખ જીજ્ઞેશ કારીયાએ ભાજપમાં બબ્બે વોર્ડમાંથી ચૂંટણી લડવાની તૈયારી બતાવ્યા બાદ અચાનક જ ગઈકાલે તેમણે પોતાની દાવેદારી પાછી ખેંચી લીધી છે. તેમના મોટાભાઈ સરજુ કારીયા પણ સુધરાઈ સભ્ય તરીકેના દાવેદાર છે તેથી એક જ ઘરમાંથી બે વ્યક્તિઓને ટિકીટ આપી શકાય નહીં તેવી ભા.જ.પ. ના જ આગેવાનોએ વિરોધ સાથે ઉચ્ચકક્ષાએ રજુઆત કરી હોવાની ચચર્િ ચાલી રહી છે. ત્યારે નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારો જાહેર કરવામાં ભાજપ ખૂબ જ વિલંબ કરી રહ્યું છે. કેમ કે 398 મુરતીયાઓને લડી લેવું છે તેથી તેમાંથી માત્ર બાવન લોકોને જ ટિકીટ મળવાની છે. ત્યારે ભાજપમાં તોફાન પહેલાની શાંતિની પરિસ્થિતિ ચાલી રહી છે. ગઈકાલે સાંજ સુધીમાં ઉમેદવારોના નામ જાહેર થવાના હતા પરંતુ ત્યારબાદ બુધવારે સવારે 11:11 મિનીટે ઉમેદવાર જાહેર થશે તેવું જણાવાયું હતું. પરંતુ ટિકીટ ફાળવણીનું કોકડું હજુ ગુંચવાયું હોય તેમ હવે સાંજ સુધીમાં નામ જાહેર કરવામાં આવશે તેવી ચચર્ઓિ ચાલી રહી છે.
બીજી બાજુ કોંગ્રેસ પણ ફૂંકી ફૂંકીને છાશ પી રહી હોય તેમ ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થાય પછી પોતાના ઉમેદવારો જાહેર કરશે. કેમ કે ભાજપમાં 398 માંથી 52 ને જ ટિકીટ મળવાની છે. માટે બાકીના 346 ને ટિકીટ મળવાની જ નથી. તેમાંથી કોઈ મજબુત અને સબળ ઉમેદવાર હોય અને કોંગ્રેસમાં ભળવા તૈયાર હોય તો કોંગ્રેસ હોંશે હોંશે તેમને ટિકીટ ફાળવી દે તેવી ચચર્ઓિ ચાલી રહી છે. અને તેથી જ કોંગ્રેસ પોતાનો દાવો પછી જ ખેલે તેવું જણાઈ રહ્યું છે.

અમુક હોદ્દેદારોની પત્નીઓને ફાળવાશે ટિકીટ !
ભાજપમાં કોઈપણ હોદ્દો ધરાવનારાઓને નગરપાલિકાની ચૂંટણી લડવા દેવાશે નહીં તેથી અમુક હોદ્દેદારોએ તેમની પત્નીઓને આગળ રાખીને ટિકીટો માંગી હતી અને તેમાંથી અમુકની પત્નીઓને પણ ટિકીટ ફાળવાશે. કેમ કે કુલ 52 માંથી 26 સીટો મહિલાઓ માટેની છે અને અનુસૂચિત જાતિ અને પછાત વર્ગ માટેની 9 બેઠકો પૈકી 4 બેઠકો સ્ત્રીઓને ફાળવેલી છે. આમ, કુલ 52 માંથી 30 સીટો મહિલાઓની હોવાથી ભાજપના હોદ્દેદારોની પત્નીઓને અને અન્ય મહિલા સભ્યોને ટિકીટ અપાય તેવું ચચર્ઈિ રહ્યું છે.
આમ આદમી પાર્ટીને પણ તમામ વોર્ડમાં ચૂંટણી લડવી છે !

પોરબંદરમાં વર્ષોથી મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ સિવાય ત્રીજી કોઈ પાર્ટીનું નગરપાલિકામાં અસ્તિત્વ નથી. તેથી છેલ્લા કેટલાક સમયથી પોરબંદરમાં લોકોના પ્રશ્ર્નો માટે સક્રિય બનેલી આમ આદમી પાર્ટીને પણ ચૂંટણી લડવી છે. તેના શહેર પ્રમુખ તરીકે નિમણુંક પામેલા રામભાઈ ભુતિયાએ જણાવ્યું હતું કે પોરબંદર નગરપાલિકાની તમામ બાવન સીટ ઉપર અમારી પાર્ટી ચૂંટણી લડવા તૈયાર છે.

ભાજપ દ્વારા અનેક નવા ચહેરા આ વખતે જાહેર થાય તેવી શક્યતા !
પોરબંદરમાં ભાજપ દ્વારા અનેક અકલ્પનીય ઉમેદવારો જાહેર થાય તેવી શક્યતા જણાઈ રહી છે. જેને ભાજપ સાથે અગાઉ કયારેય પણ સબંધ ન હતો તેવા અનેક દાવેદારો ભાજપમાં અચાનક જોડાઈ ગયા છેે અને તેમાંથી ઉચ્ચકક્ષાની લાગવગ સહિત ભલામણ ધરાવનાર અનેકને ટિકીટ ફાળવાય તેવી શક્યતા છે.

સોશ્યલ મીડિયામાં પણ જુદી-જુદી ચચર્ઓિ
પોરબંદરના સોશ્યલ મીડિયામાં પણ ભાજપની ટિકીટની ફાળવણી અંગે અનેક ચચર્ઓિ ચાલી રહી છે. આયાતી ઉમેદવારોને અમુક વોર્ડમાં ટિકીટ ફાળવાશે તો પૂર્વ કાઉન્સીલરોને ઘરે બેસવાના વારા આવશે. તે પ્રકારની પોસ્ટ ફરતી કરીને શિયાળાની ઠંડીમાં રાજકીય બજારને ગરમાગરમ બનાવવામાં આવી રહી છે