કુદરતી હોનારતમાં ફસાયેલા ગુજરાતી યાત્રીઓને તત્કાલ મદદ કરવા મુખ્યમંત્રી રૂપાણીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે કરી વાતચીત
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉત્તરાખંડના ચમોલી તપોવન ખાતે સર્જાયેલી કુદરતી હોનારતમાં ફસાયેલા ગુજરાતના યાત્રિકોને તત્કાલ મદદ અને બચાવ રાહત તેમજ ઇજાગ્રસ્તોને સારવારનો પ્રબંધ કરવાની વ્યવસ્થા માટે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મૂકીમને ઉત્તરાખંડ પ્રશાસન સાથે સંપર્ક કરી ત્વરાએ કાર્યવાહી હાથ ધરવા સૂચનાઓ આપી છે.
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ ઉત્તરાખંડ ના મુખ્યમંત્રી સાથે ટેલીફોનીક વાત ચીત કરીને ઉત્તરાખંડના ચમોલી તપોવન ખાતે સર્જાયેલી કુદરતી હોનારત માં ફસાયેલા ગુજરાતના યાત્રિકો ને તત્કાલ મદદ અને બચાવ રાહત તેમજ ઇજાગ્રસ્તો ને સારવાર નો પ્રબંધ કરવા ની વ્યવસ્થા માટે સહાય રૂપ થવા વિનંતી કરી છે. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આ સંદર્ભમાં રાજ્યના મુખ્ય સચિવ અનિલ મૂકીમને ઉત્તરાખંડ પ્રશાસન સાથે સંપર્ક કરી ત્વરાએ કાર્યવાહી હાથ ધરવા સૂચનાઓ આપી છે
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button