સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસમાં ટિકિટ ફાળવણીને લઈને અસંતોષ દેખાય છે તો વળી આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં વધુને વધુ બેઠક જીતવા એડીચોટીનું જોર લગાવી રહી છે. જો કે આ મામલે રવિવારના દિવસે રાજ્યમાં ત્રણેય પાર્ટીના દિગજ્જ નેતાઓએ પણ ગુજરાતમાં ધામા નાખ્યા છે.

આજે  ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે છે. ટિકિટોની વહેંચણી બાદ નેતાઓમાં વધેલા અસંતોષને ઠંડો કરવા તેઓ ગુજરાત આવ્યા છે. આ સિવાય આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા પહોંચ્યા છે. તેઓ રાજકોટમાં ઉમેદવારોનો પ્રચાર કરવા 20 કિલો મીટરનો રોડ શો કરશે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ AIMIMના ચીફ અસદ્દુદ્દીન ઓવૈસી પણ ગુજરાતમાં છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઔવેસીની પાર્ટી AIMIMના ઉમેદવારો પણ ઉતર્યા છે. તેઓ ભરુચ ખાતે ચૂંટણી પ્રચાર કરશે.

By admin