પોરબંદરના વનાણા પાસે આવેલા ટોલનાકા પર છેલ્લા કેટલાક સમયથી રોકડમાં ટોલ ચૂકવતા વાહન ચાલકોને રીટર્ન ટોલ-ટીકીટ ન આપવામાં આવતા, રોજના અંદાજીત ૧૫૦૦ જેટલા વાહન ચાલકોને ૫૨,૫૦૦ રૂપિયા દરરોજ વધારાના ચૂકવવા પડી રહ્યા છે. હાલ ફાસ્ટ ટેગ ધરાવતા વાહન ચાલકોને જ રીટર્ન ટોલ ટેક્ષ ટીકીટ આપવામાં આવી રહી છે.પોરબંદરથી રાજકોટ સુધી પહોચવામાં હાઇવે પર ચાર ટોલનાકા પસાર કરવા પડે છે અને ૧૮૨ કીલોમીટરના આ રસ્તાને પૂરો કરવામાં ખાનગી મોટરકારના વાહન ચાલકને રૂ.૨૪૦/- એક તરફના ચૂકવવા પડે છે. જ્યારે બન્ને તરફના રૂ.૪૮૦/- ચૂકવવાના થાય છે. આ ચારેય ટોકનાકા પર અગાઉ વાહન ચાલકને તે જ દિવસે પરત ફરવું હોય તો રીટર્ન ટોલટેક્ષ લઇ ટોલટેક્ષમાં રૂ.૧૫૫/- જેવું ખાસ્સુ એવું ડિસ્કાઉન્ટ આપવામાં આવતુ હતુ, જે થોડા સમયથી ફાસ્ટ ટેગ શરૂ કરાયા બાદ બંધ કરી દેવાતા રોકડા ચૂકવી પસાર થનારા વાહન ચાલકોને ભારે નુક્શાની સહન કરવી પડી રહી છે. હાલ ફાસ્ટ ટેગ ધરાવતા વાહન ચાલકોને આવું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે. ફાસ્ટ ટેગ લોંચ કરાયા બાદ ટોલનાકા પર આવકમાં અને જાવકમાં બન્ને તરફ એક-એક લેન રોકડ ચૂકવી પસાર થનારા વાહન ચાલકો માટે અને બાકીની તમામ લેન ફાસ્ટ ટેગ દ્વારા ટોલટેક્ષ ચૂકવી પસાર થનારા વાહન ચાલકો માટે કાર્યરત કરવામાં આવી છે. પોરબંદરથી રાજકોટ જતા રસ્તામાં આવતા ચાર ટોલ નાકા પર આ પ્રકારની જ વ્યવસ્થા ચાલી રહી છે. જેના લીધે માત્ર પોરબંદરથી શરૂ થતા વનાણા પાસે આવેલા ટોલ નાકા પરથી જ રોકડમાં ટોલ ચૂકવી પસાર થતા રોજના અંદાજીત ૩૦૦૦ જેટલા વાહનો પૈકીના ૧૫૦૦ જેટલા વાહનો કે જેને રીટર્ન ટોલ ચૂકવી ડિસ્કાઉન્ટ મેળવવું હોય છે તે મેળવી શકતા નથી, જેના લીધે આ એકમાત્ર ટોલ નાકા પર જ રોકડમાં ટોલ ચૂકવનાર વાહન ચાલકોને રૂ.52,500 વધુ રકમ ચૂકવવી પડી રહી છે.
ઉપરાંત

હાલ ટોલ નાકા પર ફાસ્ટ ટેગ ન ધરાવતા વાહન ચાલકોને પસાર થવા માટે રોકડમાં નાણા ચૂકવવાની આવક-જાવકમાં એક-એક બારી રાખવામાં આવી છે, તેમ છતા જો કોઇ ફાસ્ટ ટેગની લેનમાંથી પસાર થાય તો તેમને ડબલ ટોલ લઇને પસાર થવા દેવામાં આવે છે પરંતુ ૧૫ ફેબ્રુઆરી બાદ ફાસ્ટ ટેગ ન ધરાવતા વાહન ચાલકોને ટોલ પ્લાઝા પરથી પસાર થવા દેવામાં આવશે નહી.

By admin