બોર્ડ પરીક્ષાઓમાં રમજાન ઇદની રજા રાખવા માંગ

જિલ્લા લઘુમતિ સેલના પ્રમુખે ગાંધીનગર શિક્ષણ વિભાગને પત્ર લખયો

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલી ધો. 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ આગામી મે માસની તા.10 થી તા. 25 મે દરમ્યાન ચાલશે. આ પરીક્ષાની તારીખો દરમ્યાન રમજાન ઇદ આવતી હોવાથી પોરબંદર જીલ્લા શાળા સંચાલક મંડળના લઘુમતિ સેલના પ્રમુખએ ગાંધીનગર સ્થિત શિક્ષણ વિભાગને પત્ર લખીને એવી રજૂવાતો કરી હતી કે જાહેર કરાયેલી બોર્ડ પરીક્ષાઓની તારીખો દરમ્યાન 13 મી મે ના રોજ રમજાન ઇદ આવતી હોવાથી, અત્યારથ જ બોર્ડની પરીક્ષાઓમાં તા 13બઅને 14 મે ના રોજ રજા રાખીને બોર્ડની પરીક્ષામાં આ બે દિવસનો ગેપ રાખવામાં આવે જેથી રાજ્યના શિક્ષણ વિભાગને પાછળથી પરીક્ષાઓની તારીખો બદલવી ન પડે તેમજ બોર્ડની પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓને પણ પરીક્ષાને લઇને કોઇ અસંમજસ ન રહે. આમ પોરબંદર જીલ્લાના લઘુમતિ સેલના પ્રમુખે ગાંધીનગર પત્ર લખીને આગામી બોર્ડ પરીક્ષાઓમાં રમજાન ઇદની રજા રાખવામાં માંગ કરી હતી.