પોરબંદરના ઘેડ પંથકમાં ચાલુ વર્ષ દરમિયાન ચોમાસાની સીઝનમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડ્યો હતો. અને ઉપરવાસના વિસ્તાર માંથી પણ પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણીની આવક થઇ હતી. ઘેડ પંથકમાં ચોમાસુ દરમિયાન હજારો વીઘા જમીનમાં વરસાદી પાણી ચિક્કાર ભરાયેલું હોવાના કારણે ખેડૂતોને ચોમાસુ પાક નિષ્ફળ ગયો હતો. પરંતુ સમયની સાથોસાથ વરસાદી પાણીનો ખેતરોમાંથી નિકાલ થવા લાગ્યો હતો. અને ખેડૂતોએ હજારો વીઘા જમીનમાં ઘેડ પંથકમાં જોવારનું વાવેતર કર્યું હતું. ખાસ કરીને ઘેડ પંથકના ખેડૂતો માત્ર શિયાળું પાક ઉત્પાદન પર જ નિર્ભર રહે છે. કારણ કે ચોમાસા દરમિયાન વરસાદી પાણી ફરી વળતું હોવાના કારણે ચોમાસું પાક નિષ્ફળ જાય છે. અને ઉનાળુ ઋતુ દરમિયાન પાણીનો અભાવ સર્જતો હોવાથી ઉનાળુ પાક ઉત્પાદન થતું નથી. ત્યારે ખેડૂતો પાક ઉત્પાદન પર જ નિર્ભર રહેતા હોય છે. આવી પરિસ્થિતીમાં પુષ્કળ પ્રમાણમાં જુવારના પાકનું વાવેતર ખેડૂતોએ કર્યુ હતું. અને હાલ જુવારનો પાક ખેડૂતોના ખેતરમાં તૈયાર થઈ ગયો છે. જુવારના પાકની લણણી કરવાની તૈયારી ખેડૂતો કરી રહ્યાં છે. હજારો વિધા જમીનમાં ઘેડ પંથકના ખેડૂતો જુવારના પાકનું વાવેતર કર્યું હોય અને પાક પણ સારી ગુણવત્તાવાળો હોવાના કારણે ખેડૂતો માલમમાલ થાય તેવી આશા પણ સેવાઇ રહી છે. હાલ શિયાળું પાકનું ઉત્પાદન સારું હોવાથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી.