પોરબંદરની જીએમસી સ્કુલમાં દુકાનદાર વગરની સ્ટેશનરીની દુકાન દ્વારા બાળકોમાં પ્રમાણિકતાનો ગુણ વિકસે તેવા હેતુ સાથે નવતર આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
પ્રમાણિકતા શીખવાની અને વ્યવહારમાં મુકવાની બાળક માટે ખુબ જ જરી છે. જીએમસી સ્કુલમાં હંમેશા બાળકોમાં એકેડેમિકસ સાથે વ્યવહાર કુશળતા માટે ખાસ ધ્યાન આપવામાં આવે છે. આજે પોરબંદરની જેસીઆઇ કલબ દ્વારા જીએમસી ઇન્ટરનેશનલ સ્કુલમાં જીએમસીના વિદ્યાર્થીઓની પ્રમાણિકતા અને અખંડિતતાની તપાસ માટે ખુબ જ નવીન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળામાં એક પ્રમાણિકતાની દુકાન ઉભી કરવામાં આવી હતી જયાં બાળકો સ્ટેશનરી પ્રોડકટસ પોતાના દ્વારા લઇ શકે અને ત્યાં હાજર બોકસમાં જાતે ચુકવવી પડે. ત્યાં અવલોકન કરવા માટે કોઇ વ્યકિત ન હોય અને તેઓ પોતે ચુકવણી કરીને જે જોઇએ તે લઇ શકે છે. વિદ્યાર્થીઓને કોઇ અવલોકન ન કરે તો પણ પ્રમાણિક અને સત્ય વ્યવહાર કરવાની સારી ટેવ પાડવાનો એક સરસ પ્રયાસ હતો. આ પ્રમાણિકતાની દુકાન ત્રણ દિવસ માટે રાખવામાં આવી છે.
આ ઉપરાંત બધા બાળકોએ આજે પ્રમાણિકતાની પ્રતિજ્ઞા પણ લીધી હતી અને સમગ્ર જીવન દરમ્યાન પ્રમાણિકતા, સત્યતા અને અખંડિતતાને ટકાવી રાખવાનું વચન આપ્યું હતું. આ બાબતે જીએમસી દ્વારા જેસીઆઇ કલબનું આ નવીન આયોજન બદલ વિશેષ ધન્યવાદ આપવામાં આવ્યો હતો