જીવદયાની ઉત્કૃષ્ટ ભાવના અને જીવ માત્રને જીવાડવાની અંતરની મહેચ્છાઓ સાથે પશ્ચિમ ભારતમાં ૧પ૦૦ થી વધુ પાંજરાપોળોના ટ્રસ્ટીવર્યો અથાક પુરુષાર્થથી ૬ લાખથી વધુ અબોલ જીવોનું જીવનપર્યત જતન કરે છે.
આર્થિક વ્યવસ્થા, ઘાસ–ચારાની ઉપલબધ્તા, જમીન અંગેના કાયદાઓ વિગેરે અઢળક પ્રશ્નોનો સામનો કરવાનો હોય છે. આ પ્રશ્નો અંગેની વિષદ છણાવટ પૂર્વક ચર્ચા કરી નિર્ણયાત્મક ભૂમિકા ઉપર આવવા માટે તેમજ સ્વાવલંબન તરફ,
પર્યાવરણ રક્ષા તરફ વળવા માત્ર ગુજરાત જ નહી પરંતુ સમગ્ર પશ્ચિમ ભારતની તમામ સંસ્થાઓના તમામ ટ્રસ્ટીઓને એકબીજાનો પરીચય થાય, એક બીજાની હૂંફ મળે અને એકબીજાનો સહકાર મળે તે માટે વૈશ્વીક સ્તરે જળ, જન, જંગલ, જમીન, જનાવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા ‘સમસ્ત મહાજન’ ના મેનેજીંગ ટ્રસ્ટી, એનીમલવેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના મેમ્બર શ્રી ગિરીશભાઈ શાહ અને સાથી ટીમના માર્ગદર્શનમાં સમસ્ત મહાજન (ગિરીશભાઈ શાહ મોઃ ૯૮ર૦૦ ર૦૯૭૬), દ્રારા વિવિધ સંસ્થાઓના સંયુકત ઉપક્રમે ગૌશાળા, જીવદયા સંસ્થાઓના ટ્રસ્ટીઓ (એસ.પી.સી.એ)ના પદાધીકારીઓ, જીવદયાના ક્ષેત્રે કામ કરતા કાર્યકરો, સકળ શ્રી સંઘના ટ્રસ્ટીઓ, જીવદયાના કાર્યમાં દાન આપતા દાનવીર ભામાશાઓ, પર્યાવરણ પ્રેમીઓ માટે એક દિવસીય ચિંતીન શીબીરનું આયોજન તા.૭,ફેબુ્રઆરી, રવીવારના રોજ ગોકુલગામ આમલી, વટામણ–ધોલેરા રોડ ખાતે સવારે ૮–૦૦ કલાકથી સાંજના ૬–૦૦ કલાક સુધી કરવામાં આવ્યું છે.
આ સંમેલનમાં જીવદયા સંસ્થાઓને સ્વાવલંબન તરફ વાળવા, ગૌ આધારીત સાંસ્કૃતીનુંપુનઃસ્થાપન, ગૌચર વિકાસ, ગૌ આધારીત કૃષિ–આરોગ્ય અને પર્યાવરણર્થે જનજાગરણ, ગૌપાલન, જીવરક્ષા અંગેના વિવિધ કાયદાઓનું નિર્માણ તથા હાલના કાયદાઓના કડક અમલીકરણ, ગૌ સંવર્ધનને પ્રોત્સાહન, ગૌશાળા–પાંજરાપોળની આંતર માળખાકિય સુવિધાઓ ઉભી કરવા, પશુ–પક્ષીઓના આરોગ્યની જાળવણી, ભાવના અને વિજ્ઞાનનો સમન્વય, માનવ માત્રમાં પક્ષીઓ, પ્રાણીઓ પ્રત્યે વધુ કરૂણા જગાડવા, વરસાદી પાણીનો સંગ્રહ, સ્વદેશી વૃક્ષોનું વાવેતર,સ્વચ્છ દૂધ ઉત્પાદનોની ઉપલબ્ધી, પાકની રક્ષા માટે અહિંસક–સ્વદેશી ઉપચારો, શાકાહાર પ્રચાર–પ્રસાર, સંસ્થાઓને કાયમી સબસીડી સહિતના અનેકો મુદા ઉપર વિસ્તૃત ચર્ચા કરાશે.
વિશેષ માહિતી માટે સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી, એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના મેમ્બર શ્રી ગિરીશભાઈ શાહ, મિતલ ખેતાણી (મો.૯૮ર૪રર૧૯૯૯), દેવેન્દ્ર જૈન (મો.૯૮રપ૧ર૯૧૧), રાજુભાઈ શાહ (મો.૯૮૭૯૪૬૧૮૭૬) સહિતનાઓએ આપ્યું છે.