2 લાખ પુસ્તકોનો જ્ઞાાન ભંડાર છતાં વાંચનાલય હજુ બંધ

  • – ભવનો ખુલ્યા પણ રીનોવેશનને લીધે વાંચનાલયમાં ‘નો એન્ટ્રી’
  • – સંશોધન પ્રત્યે દુર્લક્ષ સેવવાની નીતિને લીધે લાયબ્રેરીમાં અનેક મહાશોધ નિબંધોની દુર્દશા

કોરોનાને કારણે ૧૦ મહિના સુધી પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય બંધ રહ્યા બાદ યુનિ. કેમ્પસના તમામ અનુસ્નાતક ભવનોમાં દ્વાર ખોલવામાં આવ્યા છે. પરંતુ નેક કમીટીનું ઈન્સ્પેકશન આગામી તા.૧૮ ફેબુ્ર.નાં આવી રહ્યું હોવાથી મોટા ભાગના ભવનોમાં રીનોવેશન ચાલી રહ્યું હોવાથી કલાસરૂમ ટીચીંગને વ્યાપક અસર થઈ છે. અલબત કોરોનાને કારણે બે લાખ પુસ્તકોથી સમૃદ્ધ જ્ઞાાન ભંડાર સમાન યુનિ. લાયબ્રેરીનું વાંચનાલય આજ સુધી ખુલ્યું નથી. વાંચન વિભાગમાં રંગરોગાન ચાલતું હોવાથી વિદ્યારથીઓના પ્રવેશ ઉપર પાબંદી મુકી દેવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસમાં આવેલી લાયબ્રેરીમાં જુદી જુદી વિદ્યાશાખાના ૨ લાખ ૨૫ હજારથી વધુ પુસ્તકો ઉપરાંત ૨૦૦૩ પહેલાના ૨૦ હજારથી વધુ પીએચડી મહાશોધ નિબંધ સાચવવામાં આવ્યાછે. જેનો ઉપયોગ રેફરન્સ સાહિત્ય તરીકે થઈ રહ્યો છે. આ લાબયબ્રેરીમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકાય તેવી સુવિધા સાથે કોમ્પ્યુટરની લેબોરેટરી ઉભી કરવામાં આવી છે. પરંતુ કોરોનાને કારણે છેલ્લા ૧૦ મહિનાથી જ્ઞાાનભંડાર સમાન લાયબ્રેરીના વાંચનાલય વિભાગ બંધ છે. આ લાયબ્રેરી ખોલવાનું નક્કી થયું ત્યાં નેકના એક્રીડીએશનના કારણે રીનોવેશન કામ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવતા અત્યારે લાયબ્રેરીમાં રીનોવેશન શરૂ કરવામાં આવતા વાંચનાલય બંધ રાખવામાં આવ્યું છે. યુનિ.ની આ લાયબ્રેરીમાં ૨૦ હજારથી વધુ મહાશોધ નિબંધોમાં અનેક પ્રકારનાં ભાતીગળ સંશોધનનો પડયા છે. પરંતુ તેની જાળવણીની કોઈને ચિંતા નહી હોવાથી મહાશોધ નિબંધ જર્જરિત હાલતમાં જોવા મળે છે. યુનિ.ના લાયબ્રેરીયનને પરીક્ષા નિયામક ઉપરાંત યુ.પી.એસ.સી. સેન્ટર અને ઉતરવહી અવલોકન વિભાગના એસસમેન્ટ સેન્ટરનો હવાલો સોંપવામાં આવ્યો હોવાથી ૨ લાખથી વધુ પુસ્તકોના જ્ઞાાનભંડાર સમાન લાયબ૩ેરીની હાલત દયનીય બની રહી છે.