ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ પુરસ્કાર નું એલાન કરી દેવામાં આવ્યું છે આ પુરસ્કાર હેઠળ ત્રણ શ્રેણીઓમાં પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી થી લોકોને સન્માનિત કરવામાં આવે છે.

72માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ સરકારે પદ્મ સમ્માન થી સન્માનિત થનારા લોકો ના નામ જાહેર કર્યા છે. આ વર્ષે 119 લોકોને પદ્મશ્રી સન્માન મળશે જેમાં સાત પદ્મવિભૂષણ 10 પદ્મભૂષણ અને 102 પદ્મશ્રી પુરસ્કાર નો સમાવેશ થાય છે જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબે  ગાયક એસ પી બાલાસુબ્રમણ્યમ, કલાકાર સુદર્શન શાહુ, પુરાતત્વવિદ બી બી લાલને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે. જ્યારે આસામના પૂર્વ મુખ્યમંત્રી તરૂણ ગોગોઈ ને મરણોપરાંત પદ્મભૂષણ દેવામાં આવશે.

આ સાથે જ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને મરણોપરાંત પદ્મભૂષણ રજનીકાંત શ્રોફને પદ્મ ભૂષણ, ગુજરાતી કલાકાર મહેશ-નરેશ કનોડિયાને મરણોપરાંત પદ્મશ્રી એનાયત કરવામાં આવશે. આ સિવાય ફાધર વાલેસ,  દાદુદાન ગઢવી અને ડો. ચંદ્રકાંત મહેતાને પણ પદ્મશ્રી એનાયત કરવામાં આવશે.

By admin