પોરબંદરમાં ગ્રામ્ય કોમ્પ્યુટર ઓપરેટરોને અપાઈ તાલીમ

ગ્રામ્યસ્તરે કાર્યરત કોમ્પ્યુટર સાહસિકો માટે પોરબંદરમાં તાલીમ યોજાઈ હતી.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની દિવ્યાંગો માટેની કલ્યાણકારી યોજનાની માહિતી આપવા તેમજ બાળસુરક્ષાની યોજનાઓ સહિત સમાજસુરક્ષા વિભાગની યોજનાઓ વિશે માહિતી આપવા ગ્રામ્યસ્તરે કાર્યરત ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર સાહસિકો માટેની તાલીમ પોરબંદરમાં ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે યોજાઈ હતી જેમાં સરકાર દ્વારા છેવાડાના લોકો માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવેલી છે ત્યારે આવી સરકારની વિવિધ યોજનાઓની સુવિધા લોકો સુધી ઘરઆંગણે સરળતાથી મળી શકે તે માટે ગ્રામ પંચાયતો ખાતે વગર પગારથી કમીશન બેઈઝ ઉપર ગ્રામ્ય કોમ્પ્યુટર ઓપરેટર સાહસિકોની નિમણુંક કરવામાં આવી છે ત્યારે સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગની વિવિધ પ્રકારની યોજનાઓની અરજી ઈ-ગ્રામ મારફત ગ્રામ્યકક્ષાએથી મળે તે માટે સરકાર કૃતજ્ઞશીલ બની ઠરાવવામાં આવેલ છે. ડિજીટલ પોર્ટલના માઘ્યમથી સમાજ સુરક્ષા ખાતા હસ્તકની વિવિધ દિવ્યાંગ કલ્યાણકારી યોજનાનો સમાવેશ કરવામાં આવે છે.

ગ્રામ્યકક્ષાએથી જ લાભાર્થીઓ ફોર્મ ભરી શકે એવા ઉમદા હેતુથી પોરબંદર તાલુકાના તમામ ગ્રામ્ય કોમ્પ્યુટર સાહસિકો માટેની તાલીમ યોજાતા તાલુકા વિકાસ અધિકારી હિતેશભાઈ પરમાર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મયુરભાઈ મોરી, આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર અંજનાબેન જોષી, જિલ્લા તિજોરી અધિકારી આર.આર. રાવલીયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ત્રિભોવનભાઈ જોષી, મદદનીશ અધિકારી મુસાભાઈ ગજ, હિસાબી અધિકારી રશ્મીતાબેન ગોહેલ વગેરેએ સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી. યોજનાની માહિતીની કીટ પણ આપવામાં આવી હતી. વી.સી.ઈ. તરફથી ગુજરાત ગ્રામ્ય કોમ્પ્યુટર સાહસિક મંડળના મીડિયા સેલના ક્ધવીનર વિરમભાઈ આગઠે ગમે ત્યારે જરૂર હોય તો કોમ્પ્યુટર સાહસિકો ખડેપગે રહેશે તેવી ખાત્રી આપી હતી.