લગ્નવાંછુક યુવાન નો લગ્ન કરવા માટેનો નવતર કીમિયો

જામનગર જિલ્લાના જોડીયા મા એક યુવાને પોતાના લગ્ન કરવા માટે નવતર કીમિયો અપનાવ્યો છે. લગ્નની વેબસાઈટ, મેરેજ બ્યુરો, અથવા જ્યોતિષશાસ્ત્ર માં નહિ માનવાના બદલે જાતે જ લગ્ન કરવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. અને પોતાની સાયકલ માં “મુજસે શાદી કરોગી” નો લટકણીયું લગાવીને ફરતો થયો છે. જેથી જોડીયામાં કુતૂહલ સર્જાયું છે. જોડીયા નો એક યુવાને કે જે લોકડાઉન પછી હવે લગ્ન કરવા માટે ઉત્સુક બન્યો છે.

પરંતુ પોતાના લગ્ન કરવા માટે જ્યોતિષશાસ્ત્ર, અથવા તો કુંડળી- રાશી- ભવિષ્ય, કે મેરેજ બ્યુરો મોબાઈલની વેબસાઈટ વગેરે ને કોરાણે મૂકીને જાતે જ મેદાનમાં ઉતરી પડયો છે, અને જોડિયામાં કોઈ કન્યા પોતાની સાથે લગ્ન કરવા માંગતી હોય તો તેને ખુલ્લું આમંત્રણ આપ્યું છે. જેના માટે તેણે પોતાની સાયકલ માં પાછળ “મુજસે શાદી કરોગી” સ્લોગન લખાવીને ફરી રહ્યો છે, અને લગ્ન કરવા માટે થનગનાટ કરી રહ્યો છે. જેને લઇને જોડીયામાં ભારે કુતુહુલ પ્રસર્યું છે.