રાજકોટના સાધુવાસવાણી  રોડ પર આવેલા એક મકાનના રૂમમાં છેલ્લા ૬ મહિનાથી સીએનો અભ્યાસ કરતી યુવતીને પુરી દેવામાં આવી હતી ઘરમાંથી વધુ દુર્ગધ આવતા પાડોશીએ રાજકોટની સામાજિક સંસ્થા સાથી સેવા ગ્રુપને જાણ કરતા ગ્રુપના સેવિકા જલ્પાબેન પટેલ અને તેમની ટીમે સ્થળ પર પહોંચી રૂમ ખોલીને જોતા યુવતીનું નામ અલ્પા (ઉ.વ.૨૫) નામની હોવાની અને સી.એ.નો અભ્યાસ કરતી હોવાનું જાણવા માંડ્યું હતું. યુવતીએ  છેલ્લા આઠ દિવસથી ખાધુ-પીધું ન હોવાથી કોમમાં સરી પડેલી અને મોઢામાં ફીણ આવી ગયેલી હાલતમાં હોવાથી તેને તાત્કાલિક  સિવિલ હોસ્પિટલ ખસેડી હતી જ્યાં આજે સવારે તેમનું મોત નિપજતા બનાવ અંગે પ્ર.નગર પોલીસને જાણ કરવામાં આવતા જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

મળતી વિગત મુજબ રાજકોટના સાધુવાસવાણી  રોડ પર  આવેલા એક મકાનમાંથી દુર્ગધ આવતી હોવાથી પડોશીને શંકા કુ શંકા જતા તેમણે રાજકોટની સામાજિક સંસ્થા સાથી સેવા ગ્રુપનો સંપર્ક સાધ્યો હતો. ગઈકાલે ગ્રુપના જલ્પાબેન પટેલ અને તેમની ટિમ યુવતીના ઘરે પહોંચી હતી અને ઘરનો રૂમ  ખોલતા અંદર એક યુવતી મોઢે ફીણ આવેલી હાલતમાં પડેલી જોવા મળતા પરિવારને પુછ પરછ કરવામાં આવતા યુવતીનું નામ અલ્પા હોવાનું અને  સી.એનો અભ્યા કરતી હોવાનું જાણવા મળ્યું હતું. અને તેમને છેલ્લા ૬ મહિનાથી રૂમમાં પુરી દેવામાં આવતા રૂમમાંથી મળ ભરેલા ટબ મળ્યા હતા. આ સ્થિતિ જોઈ યુવતીને સાથી સેવા ગ્રુપના સભ્યો દ્વારા સારવાર આપવા માટે એમ્બ્યુલન્સને જાણ કરી હતી. બાદમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેમનું આજે સવારે મોત નીપજ્યું હતું. વધુ જાણવા મળતી વિગત મુજબ યુવતીની સારવાર માટે તેનો પરિવાર લોકો પાસેથી પૈસા ઉઘરાવતો હોવાનું પણ જાણવા મળ્યું છે. અલ્પા છેલ્લા ત્રણ દિવસથી કોમાની હાલતમાં એક જ રૂમમાં પડી હતી. યુવતીની આજુબાજુમાં યુરિન ભરેલી કોથળીઓ અને ટબ ભરેલા જોવા મળ્યાં હતા. પરિવાર યુરિનનો સ્ટોક રાખતો હોવાથી અંધશ્રદ્ધાની પણ ચર્ચા થઇ રહી છે. પરિવાર યુવતીને યુરિન પીવડાવતો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં યુવતીની માતા શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું છે.

By admin