જિલ્લા કલેકટર રવિશંકરના હસ્તે પ્રશસ્તીપત્ર એનાયત

જામનગરમાં ૩૨માં રાષ્ટ્રીય માર્ગ  સલામતી માસ તા ૧૮-૦૧-૨૦૨૧ થી ૧૭-૦૨-૨૦૨૧ ગઈ કાલે આરંભ થયો,આ કાર્યક્રમમાં કોરાના કપરા કાળમાં જીવના જોખમે સેવામાં રત રહેનારા મોક્ષ ફાઉન્ડેશનના વિક્રમસિંહ બી.ઝાલાનું જિલ્લા સમાહર્તા રવિશંકરના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

જામનગર જ નહીં પરંતુ સમગ્ર હાલારના ગૌરવ સમાન મોક્ષ ફાઉન્ડેશન છેલ્લા ધણા વર્ષોથી  બિનવારસી લાશોની વિધીવિધાન સાથે અંતિમવિધી કરવામાં આવે છે,કોઈપણ જાતની અપેક્ષા વીના જેના માટે મોક્ષ ફાઉન્ડેશનના વિક્રમસિંહ બી.ઝાલા તથા તેમની સમગ્ર ટીમ ધન્યવાદને પાત્ર છે.

કોરાના કાળમાં જામનગર મહાનગરપાલિકા સાથે મોક્ષ ફાઉન્ડેશન દ્વારા એમઓયુ કરવામાં આવેલ જેમાં કોરાનામાં અવસાન પામનારની અંતિમવિધી તેમના દ્વારા કરવામાં આવશે કોરાના સમયમાં પરિવારજનો પણ કોરાનામાં અવસાન પામનાર સભ્યથી સોશ્યલ ડીસ્ટન્સ જાળવતો હતો તેવા સમયે દિ’ રાત જોયા વીના  અંદાજે ૧૦૦૦ હતભાગીઓની કરેલ અંતિમવિધી માટે જિલ્લા કલેકટર દ્વારા મોક્ષ ફાઉન્ડેશનના વિક્રમસિંહ બી.ઝાલાને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સન્માન વેળાએ જિલ્લા કલેકટર રવિશંકર,અધિક કલેકટર રાજેન્દ્ર સરવૈયા, ડીડીઓ વિપીન ગર્ગ, આરટીઓ જે. જે. ચૌધરી, પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ આરટીઓ સ્ટાફ તેમજ સમગ્ર મોક્ષ ફાઉન્ડેશનની સેવાને વરેલી ટીમ ઉપસ્થિત રહી હતી.