ભાણવડના લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા ઈશ્વરભાઈ હરગોવિંદભાઈ કાપડી નામના પચાસ વર્ષીય બાવાજી આધેડ ઉપર ભાણવડના જ રહીશ હિતેશ નંદકિશોરભાઈ ગોંડલીયા નામના શખ્સ દ્વારા બિભત્સ ગાળો કાઢી, લાકડાના ધોકા તથા છરી વડે હુમલો કરી શરીરના જુદા જુદા ભાગોમાં ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

ફરિયાદી ઈશ્વરભાઈના સાઢુભાઈની દિકરીની સગાઈ માટે જોવા જવા માટેની ના પાડતા આ બાબત અંગે ઈશ્વરભાઈ ઉપર ખાર રાખી અને હિતેશ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 323, 324, 504, 506 (2) તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

By admin