દ્વારકાના આરંભડા ખાતે પંચશીલ અનુસૂચિત સમાજ ટ્રસ્ટ ઓખા મંડળ દ્વારા તથા  ભીમ આર્મી  તથા  અનુસૂચિત જાતિ સમાજ આગેવાનો દ્વારા તા. 17 જાન્યુઆરી ના  સમાજના રોહિત વેમીલાના સહાદત દિવસની યાદમાં આજરોજ આરંભડા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં  સરસ્વતી બ્લડ બેંકને આમંત્રણ આપવામાં આવ્યું અને  આ બ્લડ ડોનેશન કેમ્પમાં સરકારશ્રીની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું જ્યારે આ બ્લડ ડોનેશન કેમ્પમાં પંચશીલ અનુસૂચિત સમાજ ટ્રસ્ટ ઓખામંડળ ભીમ આર્મી તથા અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો