આશાવર્કરોની રેલી: કલેકટર કચેરીમાં દેખાવ-સૂત્રોચાર

મોંઘવારીના વર્તમાન સમયમાં મામૂલી વળતર સાથે કોરોના ડ્યુટી બજાવતી આશાવર્કર બહેનોના પ્રશ્નો અવાર નવાર રજૂઆત કરવામાં આવ્યા હતા છતાં કોઇ નક્કર કાર્યવાહી ન થતાં આજે રાજકોટ જિલ્લાની સંખ્યાબંધ મહિલાઓએ બહુમાળી ભવનથી રેલી કાઢી હતી અને કલેકટર કચેરીમાં સૂત્રોચાર દેખાવો કયર્હતા.

ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીય અને મહિલા વિંગ ના મુખ્ય ક્ધવીનર ચંદ્રિકાબેન સોલંકી ની આગેવાની હેઠળ રેલી કાઢવામાં આવી હતી અને બહુમાળી ભવનથી જિલ્લા કલેકટર કચેરીએ આવ્યા બાદ મહિલાઓએ ઉગ્ર દેખાવો કયર્હતા.કલેકટર તંત્રને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ છેલ્લા નવ મહિનાથી આશાવર્કરના બહેનો પાસે કોરોના ની કામગીરી પણ લેવામાં આવે છે આશાવર્કર સ્વૈચ્છિક કાર્યકર છે અને અઠવાડિયાના ચારથી પાંચ દિવસ પોતાને યોગ્ય લાગે તેવી આરોગ્યને લગતી પ્રવૃત્તિ કરતા હોય છે તેના બદલે તેને કોરોના ની કામગીરીમાં લગાડી દેવાયા છે આશાવર્કરો આ જોખમી કામગીરી કરતા હોવા છતાં તેને દૈનિક માત્ર 30 રૂપિયા 30 પૈસા અને ફેસીલીટેટર ને દૈનિક રૂપિયા 17 નું વળતર ચૂકવવામાં આવે છે.

આશાવર્કરો ના જણાવ્યા મુજબ માતૃત્વ ધારણ કરવાના કે તેવા કોઈ પ્રસંગે જો આશાવર્કરો કામ ન કરે તો તેને આ મામૂલી વળતર પણ મળતું નથી આ પરિસ્થિતિ નિવારવા માટે ફિક્સ પગાર આશાવર્કર કોને આપવો જોઈએ. આશા વર્કર અને ફેસીલીટેટર નું રેગ્યુલર મહેકમ ઊભું કરવાની પણ માગણી કરવામાં આવી છે મહિલાઓને લઘુતમ વેતન મુજબ ફિક્સ પગાર આપવો જોઈએ પ્રસુતિના સમયગાળામાં અન્ય સરકારી મહિલા કર્મચારીઓ ને જે મુજબ 180 દિવસની વેતન સાથેની મેટરનીટી લીવ મળે છે તે મુજબ આશાવર્કરો ને પણ તે લાભ મળવો જોઇએ સાથોસાથ પેન્શન પણ આપવું જોઈએ કોરોના ની કામગીરી બદલ પ્રોત્સાહક રકમ આપવાની વાત થઇ હતી પરંતુ તે પણ આપવામાં આવી નથી આશાવર્કરો ને ઓળખ પત્ર આપવામાં આવતું ન હોવાથી અવારનવાર અનેક પ્રશ્નો ઉભા થતા હોય છે તેથી ઓળખકાર્ડ પણ આપવું જોઈએ.