વેબ સિરીઝ ‘તાંડવ’ રિલીઝ થતાની સાથે જ વિવાદોમાં, બીજેપી MLAએ નોંધાવી ફરિયાદ

સૈફ અલી ખાન અને ડિમ્પલ કાપડિયાની મલ્ટી સ્ટારર વેબ સિરીઝ ‘તાંડવ’ રિલીઝ થતાની સાથે જ તે વિવાદમાં આવી ગઈ છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રામ કદમે સિરીઝ નિર્માતાઓ પર હિન્દુ દેવતાઓનું અપમાન કરવાનો આરોપ લગાવતા ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ભાજપના સાંસદ મનોજ કોટકે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરને પત્ર લખીને ‘તાંડવ’ પર બેન્ડ લગાવવાની માંગ કરી છે. રામ કદમે ‘તાંડવ’ના નિર્માતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, વેબના અભિનેતા, નિર્દેશક અને નિર્માતા સામે કડક કાર્યવાહી થવી જોઈએ. તેમના સિવાય મહારાષ્ટ્રના ભાજપના સાંસદ મનોજ કોટકે પ્રકાશ જાવડેકરને લખેલા પત્રમાં કહ્યું છે કે, એવું લાગે છે કે તાંડવના નિર્માતાઓએ જાણી જોઈને હિન્દુ દેવતાઓ અને હિન્દુ ધાર્મિક ભાવનાઓનું અપમાન કર્યું છે.

પોલીસમાં ફરિયાદ નોંધાવતા પહેલા રામ કદમે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર વેબ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી અને ઘણા આક્ષેપો કર્યા હતા. તેમણે લખ્યું, દરેક વખતે ફિલ્મો અને વેબ સિરીઝનો ઉપયોગ હિંદુ દેવી-દેવીઓને અપમાનિત કરવામાં કરવામાં આવે છે.” નવીનતમ ઉદાહરણ નવી વેબ સિરીઝ ‘તાંડવા’ છે. સૈફ અલી ખાન ફરી એકવાર હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચાડતી ફિલ્મ અથવા વેબનો એક ભાગ છે.