જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમના મોટા બહેનની તબીયત નાદુરસ્ત હોઇ સાંસદ પૂનમબેન હાલ કોઇ કાર્યક્રમોમાં ઉપસ્થિત નહી રહી શકે.

સાંસદ પૂનમબેન માડમના મોટા બહેનને કોરોના પોઝીટીવ હોઇ તેમને અમદાવાદ સીમ્સ હોસ્પિટલમાં સારવાર માટે એડમીટ કરવામાં આવ્‌યા છે માટે સાંસદ પૂનમબેન માડમ ત્‌યાં હોય હાલ તેઓ કોઇ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી શકશે નહીં તેમ સાંસદ કાયર્લિયની યાદી જણાવે છે, આ યાદીમાં ઉમેરાયું છે ભાણવડ ખાતે રેલ્વે સેવાના લોકાર્પણનો તા.9-1-21નો કાર્યક્રમ પણ મુલત્વી રખાયો છે.

By admin