પોરબંદરના રાણારોજીવાડા ગામે જેટકોના 66 કે.વી સબસ્ટેશનનું ખાતમુર્હુત કરવામાં આવ્‌યું હતું.
પોરબંદર તાલુકાના રોજીવાડા ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લી. (જેટકો)ના 66 કે.વી. રોજીવાડા સબસ્ટેશનનું ખાતમુહૂર્ત તથા તખ્તી અનાવરણ પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાના હસ્તે સાંસદ રમેશભાઇ ધડુકની પ્રેરક ઉપસ્થિતીમાં કરાયુ હતું. આ સબસ્ટેશન સ્થાપિત થવાથી જુદા-જુદા ચાર ગામોના અંદાજે રપ00 થી વધુ વીજગ્રાહકોને પુરતો વીજ પુરવઠો મળશે.

આ પ્રસંગે ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ વિકાસના કામનું ખાતમુર્હુત કરીને કહ્યું કે, રોજીવાડા સબસ્ટેશન થવાથી પોરબંદર તાલુકાના ઇશ્ર્વરીયા, રોજીવાડા, સીમર અને ઝરેરા ગામના આજુબાજુ વિસ્તારમાં પુરતા વીજ દબાણથી વધુ સાતત્યપૂર્ણ વીજ પુરવઠો આપી શકાશે. તખ્તી અનાવરણ કરીને સાંસદ રમેશભાઇ  ધડૂકે ગ્રામજનોને શુભેચ્છા પાઠવતા જણાવ્‌યું કે, 66 કે.વી. સબસ્ટેશન થવાથી ખેડૂતોને પુરતી વીજળી મળી રહેશે. રોજીવાડા સબસ્ટેશનના નિમર્ણિ માટે સરકાર દ્વારા 680 લાખ પીયાનો ખર્ચ કરવામાં આવશે.

આ સબસ્ટેશન ખાતે કુલ પાંચ નવા ફીડરો સ્થાપિત કરાશે. જેમાં 11 કે.વી. ઝરેરા ફીડર, 11 કે.વી. પીરવાળુ ફીડર, 11 કે.વી. રોજીવાડા ફીડર, 11 કે.વી. સાજડીયારી ફીડર તથા 11 કે.વી. ડેમ ફીડર સ્થાપિત કરાશે.
કાર્યક્રમમાં અગ્રણીઓ, જેટકોના અધિકારીઓ/કર્મચારીઓ જુદા-જુદા ગામના સરપંચો તથા સામાજિક અંતર અને માસ્ક સાથે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સબસ્ટેશનના ખાતમુર્હૂત કાર્યક્રમમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત અધિક્ષક ઇજનેર જેટકો જામનગર એસ.જી.કાંજીયાએ તથા આભારવિધી જેટકોના કાર્યપાલક ઇજેનર વી.આઇ. મેકવાને કરી હતી. તથા કાર્યક્રમનું સંચાલન શિક્ષક  જોશીએ કર્યુ હતું.

પોરબંદર તાલુકા પંચાયતના પૂર્વપ્રમુખ વિરમભાઇ કારાવદરાની જહેમતથી અને ધારાસભ્ય બોખીરીયાના પ્રયાસોથી  આ કામ શ થયું ત્યારે આ સમારોહમાં જીલ્લા ભાજપ પ્રમુખ કીરીટભાઇ મોઢવાડિયા, મહામંત્રીઓ નિલેશભાઇ મોરી, ખીમજીભાઇ મોતીવરસ, તાલુકા ભાજપ પ્રમુખ ભુરાભાઇ કેશવાલા, તાલુકા પંચાયતના માજીપ્રમુખ આવડાભાઇ ઓડેદરા, ભીમભાઇ ઓડેદરા, સીમર, પારાવાડા, ભોમીયાવદર અને રોજીવાડાના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.