વિશ્વ લોહાણા મહાપરિષદના નવનિયુક્ત પ્રમુખ ગાંધીભૂમિની મુલાકાતે

 

પોરબંદરમાં વિશ્વ  લોહાણા મહાપરિષદના નવનિયુક્ત પ્રમુખે મુલાકાત લેતા તેમને આવકારવામાં આવ્યા હતા.
અખિલ વિશ્ર્વ લોહાણા મહાપરિષદનાં નવનિયુક્ત 15 મા પ્રમુખ સતિષભાઈ વિઠ્ઠલાણી તથા લોહાણા મહાપરિષદના મહિલા અધ્યક્ષા રશ્મિબેન વિઠ્ઠલાણી શુક્રવારે પોરબંદરની શુભેચ્છા મુલાકાત માટે આવ્યા હતા. પોરબંદર લોહાણા મહાજન દ્વારા એક સ્વાગત કાર્યક્રમનું ખૂબ મર્યિદિત જ્ઞાતિના શ્રેષ્ઠીઓની હાજરીમાં મોહનભાઈ કોટેચા-તાજાવાલા વાડી પર કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદર લોહાણા મહાજન ઉપરાંત છાંયા લોહાણા મહાજન, આદિત્યાણા લોહાણા મહાજન અને રાણાવાવ લોહાણા મહાજનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં મહાજનના વરિષ્ઠ ટ્રસ્ટી અનિલભાઈ કારીયાએ સહુનું સ્વાગત કરેલ હતું. રાણાવાવ મહાજન પ્રમુખ ભરતભાઈ રાજાણી, મહિલા અગ્રણી દુગર્બિેન લાદીવાલા અને અગ્રણી ઉદ્યોગપતિ તેમજ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાના માર્ગદર્શક પદુભાઈ રાયચુરાએ પ્રાસંગિક ઉદ્બોધન સાથે જ્ઞાતિલક્ષી ચચર કરી હતી. નવનિયુક્ત પ્રમુખ સાથે જ્ઞાતિ હિતની વાત અને તેને સ્પર્શતા મુદ્ાની ચચર મુદ્દાસર રીતે ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી હતી. પ્રમુખ સતિષભાઈની જરી માહિતી સાથેનો પરિચય મહાજનના ટ્રસ્ટી વિજયભાઈ મજીઠીયાએ આપ્યો હતો. આ કાર્યક્રમમાં રઘુવંશી અગ્રણી અને જાણીતા ઈતિહાસકાર નરોત્તમભાઈ પલાણ પણ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની આગવી શૈલીમાં આશિર્વચન પાઠવેલ હતા. લોહાણા મહાજનના ટ્રસ્ટીઓ હસુભાઈ બુદ્ધદેવ, નાથુભાઈ ઠકરાર, લલિતભાઈ સામાણી, ચેતન લાખાણી, ભાવિન કારીયા, સુરેશભાઈ કોટેચા તેમજ છાંયા લોહાણા મહાજન પ્રમુખ લલિતભાઈ કોટેચા, મુકેશભાઈ ઠકરાર, યોગેશભાઈ પોપટ તથા લોહાણા મિત્ર મંડળના પ્રમુખ પરિમલ ઠકરાર, જાણીતા ઉદ્યોગપતિ આનંદભાઈ પ્રતાપભાઈ દત્તાણી, મનોજભાઈ બદીયાણી, પિયુષ મજીઠીયા, દિલીપભાઈ ગાજરા, મોહનભાઈ લાખાણી, જયેશભાઈ પોપટ, વિજયભાઈ દત્તાણી, અલ્પેશ મશ, મહિલા મંડળના કોકિલાબેન આડતીયા, વંદનાબેન પારેલ અને લોહાણા હિતેચ્છુ મહિલા મંડળના યામીનીબેન ધામેચા ઉપસ્થિત રહ્યા હતા, મહિલા સભ્યોએ મીટીંગમાં હાજરી આપી હતી. મીટીંગના અંતે મહાજન મંત્રી રાજુભાઈ લાખાણીએ ઋણ સ્વીકાર અને આભાર વ્યક્ત કરેલ હતો. કાર્યક્રમ સંચાલન મહાજનના કારોબારી સભ્ય જીતેશભાઈ રાયઠઠ્ઠાએ કરેલ હતું.