માલવિયા ચોક પાસે હોટલમાં રૂમ બુક કરાવી: દેહવિક્રયની પ્રવૃતિ ચાલતી હતી: હોટલમાં સ્ત્રી મિત્રને જ મોકલી હતી:ત્રણ માસથી આ ગોરખધંધા કરતો હતો
શહેરમાં વધુ એક હોટલમાં રૂમ બુક કરાવી ચાલતી દેહવિક્રયની પ્રવુતિનો પોલીસે ડમી ગ્રાહક મોકલી પદર્ફિાશ કર્યો છે.માલવીયા ચોકમાં આવેલી તિલક હોટલમાં રંગીન મિજાજીને લલના પુરી પાડનાર શખ્સને પોલીસે ઝડપી લીધો છે.તેની પૂછતાછ કરતા તેને શાપરમાં કરીયાણાની દુકાન હોઈ પણ લોકડાઉન બાદ ધંધો ન ચાલતા તેણે આ ગોરખધંધા શરૂ કયર્િ હતા.તેમજ તેણે જે યુવતીને હોટલમાં મોકલી હતી. તે તેની મિત્ર હોવાનું માલુમ પડ્યું છે.આ શખસ ત્રણ માસથી આ પ્રવુતિમાં આચરતો હોવાનું માલુમ પડ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ,માલવીયા ચોકમાં આવેલા પ્રમુખ સ્વામી આર્કેડમાં નવમાં આવેલી હોટલ તિલકમાં ગોરખધંધા ચાલતા હોવાની હકીકત મળતા એ.ડિવિઝન પોલીસ મથકના પી.આઈ સી.જી.જોશીની રાહબરીમાં પી.એસ.આઈ એસ.એચ.નિમાવત તથા સ્ટાફના મેરૂભા, હારુન ચાનીયા અને મૌલિક સાવલિયા સહિતનાએ ડમી ગ્રાહક મારફતે સંપર્ક કરાવાતા આરોપીએ હોટલમાં રૂમ બુક કરાવાનું કહ્યું હતું. આથી પોલીસે ડમી ગ્રાહક મારફતે માલવીયાચોકમાં આવેલી હોટલ તિલકમાં રૂમ બુક કરાવ્યો હતો. બાદમાં આરોપીનો સંપર્ક કરાતા તે રૂપલલના સાથે ત્યાં પહોંચ્યો હતો. બુક કરાવેલા રૂમમાં કે જ્યાં ડમી ગ્રાહક હાજર હતો ત્યાં રૂપલલના જતાની સાથે જ પોલીસે દરોડો પાડી આરોપી પારસ ચુનિલાલ શાહ (ઉ,વ,35, રહે, ગાંધીનગર શેરી નું 3 હાલ સત્યનારાયણ પાર્ક નાણાવટી ચોક પાસે)ને પકડી લીધો હતો. આ અંગે પોલીસે ધી ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્સી એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
પોલીસે આરોપીની પુછપરછ કરતા પોલીસે જણાવ્યું કે, આરોપીએ રૂપલલના સાથે શરિર સંબંધ બાંધવા 10 હજારમાં વાત નક્કી કરી હતી. જેમાંથી પાંચ હજાર તે પોતાની પાસે જ્યારે અડધી રકમ રૂપલલનાને આપવાનો હતો.
આ શખ્સને શાપરમાં કરીયાણાની દુકાન આવેલી છે.પણ લોકડાઉન બાદ ધંધો ન ચાલતા તેણે આ ધંધામાં ઝમપલાવ્યું હતું.જે યુવતી અહીં મોકલી હતી તે તેની મિત્ર જ હોવાનું માલુમ પડ્યું છે.આરોપી ત્રણેક માસથી આ કારસ્તાન આચરતો હોવાનું માલુમ પડ્યું છે.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.