‘ધ સાબરમતી રિપોર્ટ’ની કમાણી ના વધી, ભૂલ ભૂલૈયા-3નું દમદાર કલેક્શન

સત્ય ઘટના પર આધારિત ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ ટેક્સ ફ્રી થયા પછી પણ કમાણી કરી શકી નથી. રંજન ચંદેલે ડિરેક્ટ કરેલી આ ફિલ્મ 15 નવેમ્બરે રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં વિક્રાંત મેસીની એક્ટિંગની દર્શક તેમજ ક્રિટિક્સ પણ ખૂબ પ્રશંસા કરી રહ્યાં છે. આ ઉપરાંત ફિલ્મમાં રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરાએ પણ મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મની રિલીઝને 7 દિવસ થઈ ગયા છે, જેના કલેક્શનના આંકડા ગુરુવારે સામે આવ્યા હતા.   

ફિલ્મે 7 દિવસમાં આટલી કમાણી કરી 

ધ સાબરમતી રિપોર્ટની કહાનીની વાત કરીએ તો આ ખૂબ જ દમદાર છે. ઘણી વખત જોવામાં આવે છે કે રિયલ લાઈફ ઘટના પર આધારિત ફિલ્મોને દર્શક ખૂબ પસંદ કરે છે પરંતુ વિક્રાંત મેસીની ફિલ્મની કહાનીની અસર બોક્સ ઓફિસ કલેક્શન પર નજર આવી રહી નથી. તાજેતરમાં જ ફિલ્મને મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન સિવાય હરિયાણામાં પણ વિક્રાંત મેસીની ધ સાબરમતી રિપોર્ટને ટેક્સ ફ્રી કરવામાં આવી છે.

જો ફિલ્મની રેટિંગને લઈને વાત કરવામાં આવે તો આને IMDb પર 10માંથી 8.3 ની રેટિંગ મળી છે અને ગૂગલ પર આને 5માંથી 4.6 ની રેટિંગ મળી છે. મૂવીએ ઓપનિંગ ડે પર 1.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું. હવે ગુરુવારના આંકડા પણ સામે આવી ચૂક્યા છે. એક રિપોર્ટ અનુસાર વિક્રાંત મેસીની ફિલ્મે 7માં દિવસે 1.10 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું. દરમિયાન ફિલ્મનું કુલ કલેક્શન 11.45 કરોડ રૂપિયા થઈ ગયુ છે.

ધ સાબરમતી રિપોર્ટનું બોક્સ ઓફિસ કલેક્શન

પહેલો દિવસ – 1.25 કરોડ

બીજો દિવસ – 2.1 કરોડ

ત્રીજો દિવસ – 3 કરોડ

ચોથો દિવસ – 1.15 કરોડ

પાંચમો દિવસ – 1.30 કરોડ

છઠ્ઠો દિવસ – 1.55 કરોડ

સાતમો દિવસ – 1.10 કરોડ (અર્લી રિપોર્ટ)

ટોટલ કલેક્શન – 11.45 કરોડ (અર્લી રિપોર્ટ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *