WWEમાં ડ્રામા કરે છે પહેલવાનો? ખલીએ જણાવી રિંગની અંદરની હકીકત

WWE એટલે કે વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈન્મેન્ટની દીવાનગી વિશ્વભરના ઘણા લોકોને છે. WWE ની રિંગમાં જ્યારે મુક્કા લાત વરસે છે તો દર્શકોની તાળીઓ પણ સમગ્ર હોલમાં ગૂંજે છે. એક રેસલર બીજા રેસલર પર મોત બનીને તૂટી પડે છે. પ્રયત્ન એ હોય છે કે પોતાના વિરોધીને ત્યાં સુધી મારવામાં આવે જ્યાં સુધી તે બીજી વખત ઉઠી ન જાય. ગેમના અલગ-અલગ નિયમ છે અને દર વખતે આને વધુ રોમાંચક બનાવવા માટે ખૂબ ફેરફાર પણ થાય છે પરંતુ શું આ ગેમ અસલી છે કે કોઈ રિયાલિટી શો ની જેમ છે જેમાં બધું જ સ્ક્રિપ્ટેડ હોય છે. જાણો ધ ગ્રેટ ખલી આ વિશે શું કહે છે. 

WWE ફાઈટ અસલી કે નકલી

ખલીએ કહ્યું કે ‘રિંગમાં જે પણ થાય છે બધું જ અસલી હોય છે. ત્યાં કોઈ ડ્રામા હોતો નથી. જો ડ્રામા હોત તો તે સૌથી વધુ જોનાર શો ન હોત. આ ટીવી પર સૌથી વધુ જોવાતો શો જ નથી પરંતુ તેને લાઈવ જોવા માટે પણ લોકોની લાઈન લાગે છે. તેની ટિકિટ ખૂબ મોંઘી હોય છે. તેમ છતાં તમામ વેચાઈ જાય છે અને આ હંમેશાનો જ સિલસિલો હોય છે.

ગ્રેટ ખલીની સલાહ

ગ્રેટ ખલીએ તે લોકોને એક સલાહ પણ આપી જેને લાગે છે કે આ એક ડ્રામા છે. ગ્રેટ ખલીએ કહ્યું કે ‘જો આ ડ્રામા હોત તો ધ રૉક ઉર્ફે ડ્વેન જોનસન જેવો મોટો સ્ટાર અને ખેલાડી આની સાથે જોડાયેલો ન હોત. જેમને લાગે છે કે આ એક ડ્રામા છે તે લોકોને ટિકિટ લઈને શો માં જવું જોઈએ. તેમને જોવું જોઈએ. તેમ છતાં શંકા હોય તો પોતે પણ અજમાવવું જોઈએ. ધ રૉકનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે રૉક સૌથી મોંઘો સ્ટાર છે તેમ છતાં રેસલિંગ કરે છે. તેનું કોઈ કારણ તો હશે ને. આ માટે ગટ્સ અને ક્રેઝ બંને જોઈએ. ત્યારે જ આ કરી શકાય છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *