વચેટિયાઓએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની દશા બગાડી છે. અત્યારે બોલીવૂડમાં એક કલાકાર સામે 200 કાસ્ટિંગ ડિરેક્ટર અને 15680 મેનેજર્સ છે : મુકેશ છાબરા.
ફિલ્મ સર્જક વિવેક અગ્નિહોત્રીએ પોતાની ફિલ્મના એક લીડ એક્ટરને હાંકી કાઢ્યો છે. આ એક્ટરના મેનેજરની તોછડાઈ અને નખરાંથી ત્રાસી આખરે તેણે આ એક્ટરને જ પડતો મૂક્યો હોવાનું અગ્નિહોત્રીએ જણાવ્યું છે. જોકે, તેણે આ એક્ટરનું નામ જાહેર કર્યું નથી.જાણીતા કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબરાએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે હાલ ઈન્ડસ્ટ્રીમાં એક કલાકાર દીઠ ૨૦૦ કાસ્ટિગં ડિરેક્ટર અને ૧૫૬૮૦ મેનેજરો છે. તેના જવાબમાં અનેક કામેન્ટ આવી છે. વિવેક અગ્નિહોત્રીએ પણ તેમાં કોમેન્ટ કરી આ માહિતી આપી છે.
વિવેક અગ્નિહોત્રીના જણાવ્યા અનુસાર આ મેનેજરને ભારે ઘમંડ હતો. આ મેનેજર પોતે એક મોટા સેલિબ્રિટીની સ્ટાર કિડ્ઝની ટેલેન્ટ મેનેજમેન્ટ ે એજન્સીનો પદાધિકારી હોવાથી આ પ્રકારે તોછડાઈ દાખવવી તેેને પોતાનો વિશેષાધિકાર સમજવા લાગ્યો હતો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આ પ્રકારના વચેટિયાઓએ ભારે નુકસાન પહોંચાડયું છે. વિવેકે મુકેશ છાબરાને આવા શિખાઉ લોકોને ટ્રેનિંગ આપવા અનુરોધ કર્યો હતો. વિવેક અગ્નિહોત્રી હાલ ‘દિલ્હી ફાઈલ્સ’ નામની ફિલ્મ બનાવી રહ્યો છે.